VIDEO: ફાટક પર 'પહેલા હું'ની લ્હાયમાં દુર્ઘટના! ટ્રેને ટ્રકને ફંગોળી, જરાક માટે બચ્યો અનેક મુસાફરોનો જીવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gonda-Asansol Express Hits Truck in Jharkhand: આજે ઝારખંડમાં હાવડા-પટના રેલવે લાઈન પર મોટી દુર્ઘટના થતાં થતાં રહી ગઈ. ગોંડા-આસનસોલ એક્સપ્રેસ ટ્રેન અને ટ્રક વચ્ચે રેલવે ફાટક પર જ ભીષણ ટક્કર થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ટ્રેને ટ્રકને ટક્કર મારી પણ મોટી દુર્ઘટના ટળી
દુર્ઘટના જસીડીહ અને મધુપુર રેલ ખંડ પર કુમડાબાદ રોહિણી અને શંકરપુર સ્ટેશનની વચ્ચે એક રેલવે ફાટક પર થઈ. સવારે 9.38 વાગ્યાની આસપાસ ટ્રેન આવી રહી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે તે જ સમયે એક ટ્રક રેલવે ફાટક પર ઊભી હતી. ટ્રેનનો હોર્ન સંભળાતો હતો તે સમયે પણ કેટલાક બેજવાબદાર લોકો રસ્તો ક્રોસ કરવ પ્રયાસ કરી રહ્યા હતા. ટ્રેનને આવતા જોઈ બાઈક સવારો ઝડપથી એક બાજુએ થઈ ગયા. જોકે ટ્રક ત્યાં જ ફસાઈ ગઈ.
A tragic incident occurred on the Jasidih-Madhupur section of the Eastern Railways.
— Trains of India 🇮🇳 (@trainwalebhaiya) January 22, 2026
Who's at fault here? #IndianRailways pic.twitter.com/DDzAezLxwD
લોકો પાયલોટે સમય રહેતા બ્રેક લગાવી
જોકે ટ્રેનના લોકો પાયલોટની સૂઝબૂઝના કારણે મોટી દુર્ઘટના ટળી. તેણે દૂરથી જ ઈમરજન્સી બ્રેક લગાવી દીધી. જોકે બ્રેક બાદ ટ્રેન થોડેક દૂર જઈને ઊભી રહી અને ત્યાં સુધી ટ્રક સાથે ટક્કર થઈ ગઈ. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. દુર્ઘટનામાં ટ્રક ત્યાં જ ફસાઈ ગઈ અને ટ્રેનના એન્જિનને પણ નુકસાન થયું. તે રૂટ પર અનેક ટ્રેનો થંભી ગઈ. દુર્ઘટનાના 3 કલાક બાદ રેલવેનું સંચાલન ફરી શરૂ થયું.
જોકે આ દુર્ઘટના બાદ સવાલ થાય છે કે પહેલા હું... પહેલા હું...ની લ્હાયમાં લોકો પોતાનો જીવ કેમ જોખમ મૂકી રહ્યા છે? શું રેલવે ફાટક ઓપરેટ કરનારા કર્મચારીની પણ આમાં બેદરકારી હતી?








