Gen-આલ્ફાએ ચક્કાજામ કરતાં બસ સંચાલકોનો યુ-ટર્ન! દીકરીઓના આંદોલન બાદ ભાડું ઘટાડ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vidisha Sironj Bus Fare Protest : મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના સિરોંજમાં બસનું ભાડું વધવાથી પરેશાન ગ્રામીણ વિદ્યાર્થીનીઓઓનો અવાજ આખરે રંગ લાવ્યો છે. સિરોંજમાં થયેલા ઉગ્ર આંદોલન અને પ્રશાસનની સખ્તાઈ બાદ બસ સંચાલકોએ વધેલું ભાડું પાછું ખેંચી લીધું છે. જેનાથી સ્કૂલે આવતી-જતી વિદ્યાર્થીનીઓઓ અને તેમના પરિવારોને મોટી રાહત મળી છે. સિરોંજ કન્યા હાયર સેકેન્ડરી સ્કૂલની વિદ્યાર્થીનીઓઓએ બસ ભાડામાં થયેલા વધારા સામે બસ સ્ટેન્ડ પર પ્રદર્શન કર્યું હતું. Gen-આલ્ફાની વિદ્યાર્થીનીઓના આકરા તેવર જોઇને ખાનગી બસ સંચાલકોએ પણ ભાડું ઘટાડવું પડ્યું હતું.
શું હતો સમગ્ર મામલો અને પ્રદર્શન?
ગામડાઓમાંથી અભ્યાસ માટે રોજ સિરોંજ આવતી વિદ્યાર્થીનીઓઓ પર વધેલા ભાડાને કારણે ભારે આર્થિક બોજ પડી રહ્યો હતો. આ બાબતથી કંટાળીને વિદ્યાર્થીનીઓઓએ બસ સ્ટેન્ડ પર અંદાજે 30 મિનિટ સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. મામલો ગંભીર બનતા એસડીએમ ઓમ નારાયણ બડકુલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીનીઓઓની વાત સાંભળીને યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.
પ્રશાસનની બેઠક અને મોટો નિર્ણય
વિદ્યાર્થીઓની સુવિધાને પ્રાથમિકતા આપીને પ્રશાસન દ્વારા એસડીઓપી, તહેસીલદાર, પોલીસ ઇન્સ્પેક્ટર અને બસ સંચાલકોની એક મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ હવે સ્કૂલે આવતી-જતી તમામ વિદ્યાર્થીનીઓઓ પાસેથી જૂના દર મુજબ જ બસ ભાડું વસૂલવામાં આવશે. તંત્રના આ પગલાથી રોજિંદા અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓઓ અને વાલીઓમાં હાશકારો અનુભવાયો છે.









