For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગૌતમ ગંભીરને ISIS કાશ્મીરથી મળી જાનથી મારી નાખવાની ધમકી, BJP સાંસદની સુરક્ષામાં કરાયો વધારો

Updated: Nov 24th, 2021

Article Content Image

-  હાલ દિલ્હી પોલીસના સાઈબર સેલને આ કેસની તપાસ સોંપવામાં આવી છે

નવી દિલ્હી, તા. 24 નવેમ્બર, 2021, બુધવાર

પૂર્વ ક્રિકેટર અને પૂર્વીય દિલ્હીથી ભાજપના સાંસદ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ગંભીરે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમને આઈએસઆઈએસ કાશ્મીરથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ અંગેની જાણકારી આપતા ડીસીપી સેન્ટ્રલ શ્વેતા ચૌહાણે જણાવ્યું કે, આ કેસની તપાસ ચાલુ છે. સાંસદ ગૌતમ ગંભીરની સુરક્ષા વધારે સઘન કરી દેવામાં આવી છે. 

જાણવા મળ્યા મુજબ ગૌતમ ગંભીરને ગત રાત્રિના રોજ 9:30 કલાકે તેમના સત્તાવાર ઈમેઈલ પર આઈએસઆઈએસ કાશ્મીર તરફથી ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. તેમાં ધમકી આપવામાં આવી છે કે, અમે તને (ગૌતમ ગંભીરને) અને તારા પરિવારને જાનથી મારી નાખીશું. 

આ ઈમેઈલ મળ્યા બાદ ગંભીરે પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ કરી હતી. હાલ દિલ્હી પોલીસના સાઈબર સેલને આ કેસની તપાસ સોંપવામાં આવી છે. સંપૂર્ણ તપાસ બાદ જ એ સ્પષ્ટ થઈ શકશે કે શું તે ખરેખર કોઈ ધમકીભર્યો મેઈલ છે કે, કોઈના દ્વારા કરવામાં આવેલી ટીખળ છે. 

Gujarat