Get The App

DRDOએ વિકસાવી 350 KM રેન્જ ધરાવતી 'ગાંડીવ' મિસાઇલ, દુશ્મનના જેટને તોડવાની ક્ષમતા

Updated: Jun 9th, 2025

GS TEAM


Google News
Google News
DRDOએ વિકસાવી 350 KM રેન્જ ધરાવતી 'ગાંડીવ' મિસાઇલ, દુશ્મનના જેટને તોડવાની ક્ષમતા 1 - image
Image - Twitter

India's Gandiva Missile : ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને (DRDO) ચીન અને પાકિસ્તાની મિસાઇલથી પણ ભયાનક મિસાઇલ બનાવી છે. આ મિસાઇલનું નામ ‘ગાંડીવ’ છે, જે એસ્ટ્રા એમકે-3 મિસાઇલનું નવું અને ઍડ્વાન્સ વર્જન છે. ‘ગાંડીવ’માં 350 કિલોમીટર દૂર સુધી દુશ્મનના ફાઇટર પ્લેનને તોડી પાડવાની ક્ષમતા છે. ડીઆરડીઓએ આ સ્વદેશી મિસાઇલ બનાવ્યા બાદ ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ને મોટી સફળતા મળી હોવાનું કહેવાય છે. તાજેતરમાં જ ઓડિશાના બાલાસોરમાં ‘ગાંડીવ’નું પ્રથમ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

સુખોઈ ફાઇટર જેટ દ્વારા ‘ગાંડીવ’ મિસાઇલનું કરાશે ટેસ્ટિંગ

સૂત્રોના જણાવ્યા મુજબ, ‘ગાંડીવ’નું પ્રથમ સફળ પરીક્ષણ કરાયા બાદ હવે તેનું સુખોઈ Su-30MKI ફાઇટર જેટ દ્વારા ટેસ્ટિંગ કરવાની તૈયારીઓ શરુ કરી દેવાઈ છે, એટલે કે ‘ગાંડીવ’ને સુખોઈમાં ઉપર લઈ જઈને ટેસ્ટિંગ કરવામાં આવશે. હાલ તેનું કેપ્ટિવ કેરેજ ટ્રાયલ્સ ચાલી રહ્યું છે. કેપ્ટિવ કેરેજ ટ્રાયલ્સ એટલે કે, લોન્ચ કર્યા વગર હવાઈ જહાજ કે લડાકુ વિમાન પર લગાવ્યા બાદ પરીક્ષણ કરવામાં આવશે. આ મિસાઇલને ફાઇટર પ્લેન પર રાખવામાં આવ્યા બાદ તેની તમામ ઈલેક્ટ્રોનિક તપાસ કરવામાં આવશે. આ મિસાઇલને ખાસ ટેકનીકથી બનાવાઈ છે, જેમાં રેમજેટ એન્જીનનો ઉપયોગ કરાયો છે.

આ પણ વાંચો : અરબ સાગરમાં જહાજમાં ભીષણ આગ, 'INS સુરત' મદદ માટે રવાના, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

‘ગાંડીવ’ મિસાઇલ વિશેષતા

  • ફાઇટર પ્લેન દ્વારા મિસાઇલને આકાશમાં લઈ ગયા બાદ તે હવામાંથી જ ઓક્સીજન લઈને ઉડે છે, જેના કારણે તે વધુ સ્પીડે દૂર સુધી ઉડી શકે છે. તેનો સ્પીડ મેક અવાજની ઝડથી ચાર ગણો વધુ 4.5 સુધીનો છે.
  • ‘ગાંડીવ’ને બનાવવામાં દુશ્મન દેશોની મિસાઇલોનું પણ વિશેષ ધ્યાન અપાયું છે. ભારતની આ સ્વદેશી મિસાઇલ ચીનની પીએલ-15 અને પાકિસ્તાનની એઆઈએમ-120 મિસાઇલથી પણ શક્તિશાળી છે.
  • મિસાઇલ 20 કિલોમીટરની ઊંચાઈએ ગયા બાદ 340 કિલોમીટર અને 8 કિલોમીટરની ઊંચાઈ પર ગયા બાદ 190 કિલોમીટર દૂર સુધીના ટાર્ગેટને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે.
  • ભારતની આ સ્વદેશી મિસાઇલ દુશ્મનના સ્ટીલ્થ ફાઇટર, બોમ્બર્સ અને હવાઈ વોર્નિંગ સિસ્ટમ જેવા મોટા ટાર્ગેટને પણ તોડવાની ક્ષમતા ધરાવે છે.
  • મિસાઇલમાં એવા સેન્સરો છે, જે ઉડ્યા બાદ દિશા બદલવાની અને દુશ્મનની મૂવમેન્ટ મુજબ પોતાને એડજેસ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી સમયમાં ‘ગાંડીવ મિસાઇલ’ને તેજસ, મિગ-29, રાફાલ અને ભવિષ્યના ફાઇટર પ્લેન એએમસીએમાં ફીટ કરવાની યોજના છે. જો આગામી સમયમાં તેના પરીક્ષણો સફળ થશે તો તે ભારતીય વાયુસેનાની તાકાતને વધુ ઊંચાઈ પર પહોંચાડી શકે છે.

આ પણ વાંચો : દેશમાં કોરોનાના 358 નવા કેસ, એક્ટિવ કેસ 6000ને પાર, અત્યાર સુધી 65 મોત

Tags :