Coronavirus : દેશમાં કોરોનાના 358 નવા કેસ, એક્ટિવ કેસ 6000ને પાર, અત્યાર સુધી 65 મોત
Covid-19 Cases in India : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 358 નવા કેસ નોંધાયા છે. આ સાથે એક્ટિવ કેસોની સંખ્યા 6,000ને પાર પહોંચી ગઈ છે. સોમવારે (9 જૂન) સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સૌથી વધુ કેરળમાં કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારબાદ ગુજરાત, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં કેસો નોંધાયા છે.
624 દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, ભારતમાં સક્રિય કોવિડ-19 દર્દીઓની સંખ્યા 6,491 પર પહોંચી ગઈ છે. સૌથી રાહતની વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં કોઈ કોરોના દર્દીનું મોત થયું નથી અને વધુ 624 દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા છે. અગાઉ રવિવારે છેલ્લા 24 કલાકમાં 6 દર્દીના મોત થયા હતા. આ વર્ષે જાન્યુઆરીથી દેશમાં કોરોનાના કારણે 65 લોકો મોત થયા છે. 22 મે સુધી દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 257 હતી. વર્ષ 2025માં અત્યાર સુધીમાં ડેટાની વાત કરીએ તો, આ વર્ષે કુલ 6491 એક્ટિવ કેસ નોંધાયેલા છે, જ્યારે 6861 દર્દીઓ સજા પણ થયા છે. આ ઉપરાંત કોરોના સંક્રમિત કુલ 65 લોકોએ જીવ ગુમાવ્યો છે.
સૌથી વધુ ગુજરાતમાં 158 કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકના ડેટાની વાત કરીએ તો સૌથી વધુ ગુજરાતમાં 158, ત્યારબાદ કર્ણાટકમાં 57, પશ્ચિમ બંગાળમાં 54, દિલ્હીમાં 42, તમિલનાડુમાં 25, મહારાષ્ટ્રમાં 12, સિક્કિમમાં 8, કેરળમાં 7, ઉત્તર પ્રદેશમાં 6, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પુડુચેરીમાં ચાર-ચાર, ઉત્તરાખંડમાં 3, આસામ, હરિયાણામાં બે-બે, જ્યારે આંધ્રપ્રદેશ, બિહાર, ઓડિશા, તેલંગાણામાં એક-એક કેસ નોંધાયા છે. ડેટા મુજબ છત્તીસગઢ, પંજાબ, ગોવા, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, ત્રિપુરા, અરુણાચલપ્રદેશ અને મિઝોરમમાં એક પણ કેસ નોંધાયા નથી.
આ પણ વાંચો : અરબ સાગરમાં જહાજમાં ભીષણ આગ, 'INS સુરત' મદદ માટે રવાના, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
2025માં સૌથી વધુ કેરળમાં, ત્યારબાદ ગુજરાતમાં એક્ટિવ કેસ
- કેરળ - 1957
- ગુજરાત - 980
- પશ્ચિમ બંગાળ - 747
- દિલ્હી - 728
- મહારાષ્ટ્ર - 607
- કર્ણાટક - 423
- ઉત્તર પ્રદેશ - 225
- તમિલનાડુ - 219
- રાજસ્થાન - 128
- હરિયાણા - 100
- આંધ્રપ્રદેશ - 85
- બિહાર - 50
- મધ્યપ્રદેશ - 43
- છત્તીસગઢ - 41
- પંજાબ - 35
- ઓડિશા - 34
- સિક્કિમ - 31
- પુડુચેરી - 11
- તેલંગાણા - 9
- ગોવા - 9
- જમ્મુ અને કાશ્મીર - 9
- ઉત્તરાખંડ - 6
- આસામ - 4
- ઝારખંડ - 4
- હિમાચલ પ્રદેશ - 3
- ચંદીગઢ - 2
- ત્રિપુરા - 1
- કુલ - 6491
આ પણ વાંચો : મુંબઈમાં લોકલ ટ્રેનમાં 5 મોત બાદ તંત્ર સફાળું જાગ્યું, ઓટોમેટિક દરવાજા લગાવવાનો નિર્ણય
2025માં કોરોનાથી કુલ મોત
- કેરળ - 15
- મહારાષ્ટ્ર - 18
- કર્ણાટક - 9
- દિલ્હી - 7
- તમિલનાડુ - 6
- ગુજરાત - 2
- ઉત્તરપ્રદેશ - 2
- મધ્યપ્રદેશ - 2
- પંજાબ - 2
- પશ્ચિમ બંગાળ - 1
- રાજસ્થાન - 1
- કુલ - 65