જાપાનથી કરોડોનો બિઝનેસ અને કંપની છોડી બન્યા શિવભક્ત, જુઓ કાવડિયાને વહેંચ્યું ભોજન
Japanese businessman becomes Shiva devotee: હાલના સમયમાં દુનિયા પૈસાની પાછળ દોડી રહી છે, ત્યારે જાપાનથી ભારત આવીને એક વ્યક્તિએ ધર્મ અને સેવાનો રસ્તો અપનાવ્યો છે, જે આપણા સૌ માટે પ્રેરણાદાયી કિસ્સો છે. હકીકતમાં જાપાનનાં વેપારીએ પોતાનો કરોડોનો કારોબાર છોડીને ભગવાન શિવની ભક્તિમાં પોતાની જાતને સમર્પિત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે, 41 વર્ષના હોશી તાકાયુકી કે જેઓ પહેલા ટોક્યોમાં 15 બ્યૂટી પ્રોડેક્ટ્સ સ્ટોરના માલિક હતા, હવે તેઓ 'બાલા કુંભ ગુરુમુનિ' બની ગયા છે.
આ પણ વાંચો: 'સરકાર નકામી વસ્તુ, ચાલુ ગાડીમાં પંચર કરી દેશે...', નીતિન ગડકરીનું સૂચક નિવેદન
શું છે તાકાયુકીની સ્ટોરી
જાપાનના એક 41 વર્ષીય વ્યક્તિ પોતાના વ્યવસાયિક સામ્રાજ્યને છોડીને ભગવો ધારણ કરી શિવભક્ત બનતા હાલમાં ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યા છે. હવે બાલા કુંભ ગુરુમુનિ તરીકે ઓળખાતા, હોશી તાકાયુકી એક સમયે ટોક્યોમાં 15 સફળ બ્યૂટી પ્રોડેક્ટ્સના માલિક હતા. પણ હવે? તે ઉત્તરાખંડમાં આત્મ - ખોજની યાત્રા પર નીકળેલા એક ભગવાન શિવના ભક્ત છે. પારંપારિક ભગવા વસ્ત્રોમાં સજ્જ અને 20 જાપાની અનુયાયીઓ સાથે તેઓ હાલમાં કાવડ યાત્રા દરમિયાન પવિત્ર ગંગા જળ લઈને ખુલ્લા પગે ચાલતાં જોવા મળી રહ્યા છે. એવું પણ કહેવાય છે કે તેઓ પોતાની યાત્રા દરમિયાન દહેરાદૂનમાં કાવડિયાઓ સાથે બે દિવસીય ભોજન શિબિરનું આયોજન કર્યું હતું.
આટલું મોટું સામ્રાજ્ય છોડવાનું કારણ
હોશી તાકાયુકીની આધ્યાત્મિક યાત્રાની શરુઆત 20 વર્ષ પહેલાં તમિલનાડુમાં શરૂ થઈ હતી. યાત્રા દરમિયાન તેમની નજર નાડી જ્યોતિષ પર પડી હતી. એક પ્રાચીન સિદ્ધ પદ્ધતિ જે તાડ પત્ર પર લખાયેલી હસ્તપ્રતોમાંથી જીવનનું અર્થઘટન કરે છે, જે હજારો વર્ષ જૂની હોવાનું કહેવાય છે. વાંચન દરમિયાન તેમને કહેવામાં આવ્યું હતું કે, તેમણે પોતાનું પાછલું જીવન હિમાલયમાં વિતાવ્યું હતું અને તેમનું ભાગ્ય હિન્દુ આધ્યાત્મિકતાનું પાલન કરવાનું હતું. તાડ પત્ર પર લખેલું હતું કે, 'તમારું પાછલું જીવન ઉત્તરાખંડમાં વિતાવ્યું હતું.' એ પછી થોડા સમય પછી તેમને એક સ્વપ્ન આવ્યું, જેમાં તેમણે પોતાને ઉત્તરાખંડના એક ગામમાં જોયા. ત્યાંથી તેમનું જીવન બદલાઈ ગયું.
આ પણ વાંચો: હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટીમાં પોલીસની રેડ: પૂર્વ મંત્રીના જમાઈ અને બે મહિલાઓ સહિત 7ની ધરપકડ
શિવભક્તિનો નવો માર્ગ અપનાવ્યો
આ અનુભવથી પ્રેરિત થઈને તાકાયુકીએ પોતાનું વ્યાપાર સામ્રાજ્ય તેમના અનુયાયીઓને સોંપવાનો નિર્ણય કર્યો અને એક નવી આધ્યાત્મિક ઓળખ અપનાવી અને પોતાનું નામ બાલા કુંભ ગુરુમુનિ રાખ્યું. તેઓએ ટોક્યોના ઘરને સંપૂર્ણ શિવ મંદિરમાં રૂપાંતરિત કર્યું અને બીજું મંદિર પણ બનાવ્યું. આ ઉપરાંત તેમણે જાપાનમાં બીજું એક નવું મંદિર બનાવ્યું છે અને હવે પુડુચેરીમાં 35 એકર જમીન પર એક વિશાળ શિવ મંદિર બનાવવા જઈ રહ્યા છે. આ સાથે ટૂંક સમયમાં ઉત્તરાખંડમાં એક આશ્રમ ખોલવાની યોજના બનાવી છે.