દિલ્હી: ભગીરથ પેલેસ માર્કેટમાં ભીષણ આગ, ફાયર વિભાગની 40 ગાડીઓ કાર્યરત


નવી દિલ્હી, તા. 25 નવેમ્બર 2022 શુક્રવાર

દિલ્હીના ચાંદની ચોકમાં ઈલેક્ટ્રોનિક સામાનના હોલસેલ બજાર ભગીરથ પેલેસમાં ગુરૂવારે રાતે ભીષણ આગ પર હજુ સુધી કાબૂ મેળવવાનો પ્રયત્ન ચાલુ છે. આખી રાત ભીષણ આગ રહી. આગ પર શુક્રવાર સવાર સુધી પણ કાબૂ મેળવી શકાયો નથી. 

ગઈકાલે રાતે 9.19 વાગે ફાયર બ્રિગેડને આગ લાગી હોવાની માહિતી મળી હતી, જે બાદ શરૂઆતમાં 18 ફાયર ટેન્ડર મોકલવામાં આવ્યા પરંતુ જ્યારે સ્થિતિ કંટ્રોલમાં ના આવી તો ઘટના સ્થળે 40 ફાયર બ્રિગેડની ગાડીઓ મોકલવામાં આવી. અધિકારીઓએ જણાવ્યુ કે આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

જોકે આગની ઘટનામાં જાનહાનિની માહિતી નથી. મકાનનો એક મોટો ભાગ ક્ષતિગ્રસ્ત છે. આગે ચાર બિલ્ડીંગને ચપેટમાં લીધી છે. એક બિલ્ડીંગમાં 30થી વધુ દુકાનો છે. આગથી કરોડોના નુકસાનની આશંકા છે. આગ પર કાબૂ મેળવવા લગભગ ફાયર વિભાગની 40 ગાડીઓ કાર્યરત છે.

City News

Sports

RECENT NEWS