India

TMC સાંસદ અભિષેક બેનર્જી સામે FIR: હેલ્થ કેમ્પમાં સારવાર બાદ મહિલાનો પગ કાપવો પડ્યો

By GS Team
12 Jul 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળમાં હેલ્થ કેમ્પમાં થયેલી કથિત મેડિકલ બેદરકારીને કારણે એક મહિલાને પગ ગુમાવવો પડ્યો છે. આ મામલે TMC સાંસદ અભિષેક બેનર્જી વિરુદ્ધ FIR નોંધાઈ છે. 'સેવાશ્રય' કેમ્પમાં ઘૂંટણના દુખાવાની સારવાર લીધા બાદ મહિલાની તબિયત બગડી અને પગ કાપવો પડ્યો. સ્વાસ્થ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. આ બેનર્જી સામેની ત્રીજી FIR છે.

Summarized by AI; it may make mistakes. Check important info

TMC સાંસદ અભિષેક બેનર્જી સામે FIR: હેલ્થ કેમ્પમાં સારવાર બાદ મહિલાનો પગ કાપવો પડ્યો

West Bengal Medical Negligence Case 2026 : પશ્ચિમ બંગાળમાં એક હેલ્થ કેમ્પમાં થયેલી કથિત મેડિકલ બેદરકારીના કારણે એક મહિલાને પોતાનો પગ ગુમાવવો પડ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વરિષ્ઠ નેતા અને સાંસદ અભિષેક બેનર્જી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ (FIR) દાખલ કરવામાં આવી છે. આરોપ છે કે અભિષેક બેનર્જી દ્વારા શરૂ કરવામાં આવેલા હેલ્થકેર આઉટરીચ પ્રોગ્રામ 'સેવાશ્રય' કેમ્પમાં ઘૂંટણના દુખાવાની સારવાર લીધા બાદ મહિલાની તબિયત વધુ બગડી હતી અને અંતે તેનો પગ કાપવો પડ્યો હતો.

શું છે સમગ્ર વિવાદ અને બેદરકારીનો આરોપ?

દક્ષિણ 24 પરગણા જિલ્લાના મહેશતલાના રહેવાસી માલતી બિસ્વાસ લાંબા સમયથી ઓસ્ટિયોઆર્થરાઈટિસ (ઘૂંટણના દુખાવા) થી પીડાતા હતા. એક પૂર્વ TMC કાઉન્સિલરના કહેવા પર તેમણે 8 ફેબ્રુઆરીના રોજ 'સેવાશ્રય' હેલ્થ કેમ્પમાં ભાગ લીધો હતો. કેમ્પમાં એક મેડિકલ એક્ઝામિનરે તેમને કેટલીક દવાઓ લખી આપી હતી. જેમણે પ્રિસ્ક્રિપ્શન પર પોતાનું આખું નામ કે મેડિકલ રજિસ્ટ્રેશન નંબર પણ લખ્યો ન હતો. આ દવાઓ લીધા બાદ મહિલાની હાલત ગંભીર રીતે બગડી ગઈ હતી.

સેવાશ્રય મોડેલ કેમ્પમાં ગયાને તબિયત લથડી

પીડિત મહિલાના પતિ પ્રબીર બિસ્વાસે 9 જુલાઈના રોજ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, પત્નીની હાલત બગડતા તેઓ બીજા 'સેવાશ્રય' મોડેલ કેમ્પમાં ગયા હતા. જ્યાં ડોક્ટરોએ સારવાર માટે મોટી રકમની માંગણી કરી હતી. પૈસા આપવાનો ઈનકાર કરતા મહિલાને સરકારી હોસ્પિટલમાં રીફર કરાયા હતા. ત્યારબાદ માલતી બિસ્વાસને કલકત્તા નેશનલ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 25 એપ્રિલના રોજ તેમની ઘૂંટણની ટોટલ રિપ્લેસમેન્ટ સર્જરી થઈ હતી. જોકે, ઇન્ફેક્શન અને સમસ્યા ખૂબ વધી જતાં અંતે 27 મેના રોજ ઘૂંટણની ઉપરથી તેમનો આખો પગ કાપવાની ફરજ પડી હતી.

આરોગ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા, અભિષેક બેનર્જી સામે ત્રીજી FIR

આ ગંભીર ઘટનાની નોંધ લેતા પશ્ચિમ બંગાળના આરોગ્ય મંત્રી શરદ્વત મુખોપાધ્યાયે પીડિત પરિવાર સાથે સીધી વાતચીત કરી છે. તેમણે પરિવારને આ સમગ્ર મામલાની વિગતવાર સમીક્ષા કરવા માટે સોમવારે સોલ્ટ લેક સ્થિત આરોગ્ય વિભાગના મુખ્ય મથક 'સ્વાસ્થ્ય ભવન' ખાતે હાજર રહેવા જણાવ્યું છે. મંત્રીએ સારવાર અને કથિત બેદરકારી સાથે જોડાયેલા તમામ તબીબી દસ્તાવેજો સાથે લાવવા સૂચના આપી છે. પોલીસના જણાવ્યા અનુસાર, 'સેવાશ્રય' હેલ્થ કેમ્પમાં કથિત ગેરરીતિઓ અને બેદરકારીના સંબંધમાં સાંસદ અભિષેક બેનર્જી વિરૂદ્ધ અત્યાર સુધીમાં આ ત્રીજી FIR નોંધવામાં આવી છે, જેની તપાસ ચાલી રહી છે.