Get The App

વાહનો પર જાતિસૂચક શબ્દો લખશો તો થશે મોટો દંડ, શું ગુજરાતમાં આવશે આવો નિયમ?

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
વાહનો પર જાતિસૂચક શબ્દો લખશો તો થશે મોટો દંડ, શું ગુજરાતમાં આવશે આવો નિયમ? 1 - image


Fine For Caste Sticker : આમ તો સામાન્ય રીતે વાહન પર રજીસ્ટ્રેશન નંબર પ્લેટ અને જે-તે વાહન કંપનીનું નામ હોય છે, જ્યારે અન્ય કોઈ શબ્દો લખવા ગુનો બને છે. હાલના સમયમાં અનેક વાહનો પર જાતિસૂચક શબ્દો લખાયેલા જોવા મળે છે, ત્યારે હવે આવા શબ્દો વાહન પર લખાયેલા જોવા મળશે તો કડક દંડ ફટકારવાનો આદેશ અપાયો છે.

...તો વાહન માલિકને રૂ.2,000નો દંડ

બિહારમાં પરિવહન વિભાગે તમામ વાહનો પરથી જાતિસૂચક શબ્દો હટાવવાનો કડક નિર્દેશ આપ્યો છે અને વાહન ચાલક નિયમનું ઉલ્લંઘન કરે તો બે હજાર રૂપિયાનો દંડ ફટકારવાનો આદેશ અપાયો છે. વિભાગે ચેતવણી આપી છે કે, તમામ વાહન માલિકો એક મહિનાની અંદર જાતિસૂચક શબ્દો અથવા સ્ટીકરો હટાવી દે. ત્યારપછી પોલીસ વિશેષ અભિયાન હાથ ધરીને તમામ વાહનોની કડકાઈથી તપાશ કરશે અને ઉલ્લંઘન કરનારને કડક દંડ ફટકારશે.

આ પણ વાંચો : તમિલનાડુમાં નવી સરકાર રચાય એ પહેલાં જ 100થી વધુ અધિકારીઓના રાજીનામાંથી ટેન્શન વધ્યું

વાહન માલિકોને નિયમોનું પાલન કરવા અપીલ

આદેશમાં સ્પષ્ટ કહેવાયું છે કે, નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન માલિકોને મોટર અધિનિયમ-1988ની કલમ 177 અને 179 હેઠળ બે હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. વિભાગે તમામ વાહન માલિકોને નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં વાહનો પર જાતિસૂચક શબ્દો લખવા કે સ્ટીકરો લગાવવાનું ભારે ઘેલું છે, તેથી જ વિભાગ દ્વારા આવા કડક આદેશ જાહેર કરવામાં આવે છે.

બિહારમાં આવા વાહન ચાલકોને ઓળખી કાઢશે AI કેમેરા

બિહાર પરિવિભાગે જાતિસૂચક શબ્દો હટાવવાનું કડકાઈથી પાલન કરવા માટે એઆઈ કેમેરાથી સજ્જ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ પર ઝડપી કામગીરી હાથ ધરી દીધી છે. આ માટે આખા રાજ્યમાં 700 સ્થળો પર એઆઈ કેમેરાથી સજ્જ ઈન્ટેલિજન્સ ટ્રાફિક મેનજેમેન્ટ સિસ્ટમ (ITMS) લગાવવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે, આ માટે સ્થળોની પસંદગીની કામગીરી ટૂંક સમયાં શરૂ કરાશે.

આ પણ વાંચો : પાકિસ્તાને પુરાવા વગર કર્યો મોટો દાવો - અમે ભારતના 4 રાફેલ સહિત 8 ફાઈટર જેટ તોડી પાડ્યા