For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાકિસ્તાન પર મોત વરસાવનાર મિરાજ 2000 વિમાનોને જાણી લો

Updated: Feb 26th, 2019

Article Content Imageનવી દિલ્હી,તા.26.ફેબ્રુઆરી 2019, મંગળવાર

પીઓકેમાં આતંકવાદી કેમ્પ પર કરેલી સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભારતીય વાયુસેનાનુ મિરાજ 2000 વિમાન ફરી લાઈમ લાઈટમાં આવી ગયુ છે.

રસપ્રદ વાત એે છે કે રાફેલ બનાવનાર ફ્રાન્સની ડસોલ્ટ કંપનીએ જ આ વિમાન પછણ બનાવ્યુ છે.ભારતીય વાયુસેનામાં 1984માં આ વિમાનોને સામેલ કરવામાં આવ્યા હતા.વિમાનની નીચેની તરફ 9 પોઈન્ટ છે જ્યાં બોમ્બ અને મિસાઈલ એટેચ થઈ શકે છે.

મિરાજ 2000 મલ્ટી રોલ ફાઈટર જેટ છે.જે હવામાંથી હવામાં અને હવામાંથી જમીન પર પણ હુમલો કરી શકે છે.મિરાજના મિસાઈલ સિસ્ટમની રેન્જ 60 કિમી સુધીની છે.

મિરાજને 4 મિકા મિસાઈલ, 2 મેજિક મિસાઈલ, 3 ડ્રોપ ટેન્ક સાથે સજ્જ કરી શકાય છે.તે લેસર ગાઈડેડ બોમ્બ ફેંકવામાં પણ સક્ષમ છે.

20 વર્ષ બાદ ફરી ગર્જયા મિરાજ-2000 વિમાનો, કારગીલ યુધ્ધમાં પણ બતાવ્યો હતો જલવો 

પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી કેમ્પોનો સફાયો કરનાર ભારતીય વાયુસેનાના મિરાજ -2000 વિમાનો 20 વર્ષ બાદ ફરી ગર્જયા છે.

આ પહેલા 1999માં કારગીલ યુધ્ધમાં પણ મિરાજ- 2000 વિમાનોએ સચોટ બોમ્બમારો કરીને પાકિસ્તાનીઓના દાંત ખાટા કરી નાંખ્યા હતા.ભારતે પહેલી વખત મિરાજ-2000 થકી કારગીલ યુધ્ધમાં સટીક નિશાન લઈ શકતા લેસર ગાઈડેડ બોમ્બનો ઉપયોગ કર્યો હતો.

મિરાજ વિમાનોએ કારગીલમાં વિવિધ પહાડો પર ભારતના બંકરો પચાવીને બેઠેલા પાકિસ્તાનીઓ પર વરસાવેલા લેસર ગાઈડેડ બોમ્બે યુધ્ધનુ પાસુ ભારતની તરફેણમાં પલટવામાં મહત્વનો ભાગ  ભજવ્યો હતો.કારગીલ યુધ્ધ વખતે મિરાજ વિમાનોને લેસર બોમ્બથી સજ્જ કરવામાં ઈઝરાએલે પણ ભારતને મદદ કરી હતી.

મિરાજ વિમાનની આ ખાસિયતો પણ જાણી લો 

વિમાનની લંબાઈ 47 ફીટ છે 

વિમાન મહત્તમ 2336 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે

68 મિમીના 18 રોકેટ પ્રતિ સેકન્ડ લોન્ચ કરવાની ક્ષમતા 

હથિયારો સાથે ના ઉડતુ હોય ત્યારે વજન 7500 કિલો

હથિયારો સાથેનુ વજન 13800 કિલો 

મિરાજ વિમાનનો ઉપયોગ ભારત સહિત દુનિયાની બીજી વાયુસેનાઓ પણ કરે છે.જેમાં ફ્રાંસ ઉપરાંત ચીન અને યુએઈનો પણ સમાવેશ થાય છે.

Gujarat