India

બિહારમાં કોંગ્રેસ કાર્યાલયમાં મારામારી: કાર્યકર્તાઓ લોહીલુહાણ, પૂર્વ MLC અજય સિંહ પણ ઈજાગ્રસ્ત

By GS TEAM
10 Jul 20251 min read
TukuTouch Logo
બિહારના આરામાં કોંગ્રેસ કાર્યાલયમાં કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ છે. બિહાર કોંગ્રેસના પ્રભારી સચિવ અને છત્તીસગઢ ભિલાઈના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રસાદ યાદવ માટે એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ પરસ્પર મારપીટ શરૂ કરી દીધી. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે તેઓ લોહીલુહાણ થઈ ગયા. આ ઘટનામાં પૂર્વ MLC અજય સિંહ ઈજાગ્રસ્ત થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બિહારમાં કોંગ્રેસ કાર્યાલયમાં મારામારી: કાર્યકર્તાઓ લોહીલુહાણ, પૂર્વ MLC અજય સિંહ પણ ઈજાગ્રસ્ત

Bihar Congress Worker Clash: બિહારના આરામાં કોંગ્રેસ કાર્યાલયમાં કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ છે. બિહાર કોંગ્રેસના પ્રભારી સચિવ અને છત્તીસગઢ ભિલાઈના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રસાદ યાદવ માટે એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ પરસ્પર મારપીટ શરૂ કરી દીધી. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે તેઓ લોહીલુહાણ થઈ ગયા. આ ઘટનામાં પૂર્વ MLC અજય સિંહ ઈજાગ્રસ્ત  થયા છે.

બિહારમાં કોંગ્રેસ કાર્યાલયમાં મારામારી

કાર્યકર્તાઓ વચ્ચેની મારામારીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ એકબીજા સાથે મારપીટ કરતા નજર આવી રહ્યા છે. બીજી તરફ કેટલાક લોકો તેમને ખેંચી રહ્યા છે. કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ અને મારામારીનો વીડિયો ચોંકાવનારો છે. લોકો એકબીજાના કપડા ખેંચી રહ્યા છે. આ પરસ્પર મારામારીમાં પૂર્વ MLC અજય સિંહ જૂથના કાર્યકર્તાનું માથું ફાટી ગયું છે. એક તસવીર સામે આવી છે જેમાં કાર્યકર્તાના માથામાંથી લોહી નીકળી રહ્યું છે.

આ પણ વાંચો: રૂ. 243 કરોડના ખર્ચે બનેલા 'રામસેતુ પુલ'માં મસમોટા ગાબડાં, કોર્ટે કહ્યું- તાત્કાલિક બંધ કરો

બિહાર કોંગ્રેસની પોલ ખુલી ગઈ

બિહારમાં કોંગ્રેસ કાર્યાલયમાં બનેલી આ મારામારીની ઘટનાએ પાર્ટીની અંદરની પોલ ખોલી દીધી છે. જે રીતે કાર્યકર્તાઓ પરસ્પર મારપીટ કરી રહ્યા છે, તે જોઈને વિરોધીઓને બેઠા-બેઠા સવાલ ઉઠાવવાની તક મળી ગઈ છે.