ગેમ રમવા મોબાઇલ માગતી 4 વર્ષની બાળકીની પિતાએ કરી નિર્દયતાપૂર્વક હત્યા, સમુદ્રમાં ફેંકી લાશ
Mumbai Father Killed 4 Year Old Daughter: મુંબઈના સસૂન ડૉક પાસે મંગળવારે (15 જુલાઈ) સવારે દરિયામાંથી એક ચાર વર્ષની બાળકીનો મૃતદેહ મળવાની સાથે જ ચકચાર મચી ગઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, તેના સાવકા પિતા ઈમરાન શેખે જ ગુસ્સામાં તેમની હત્યા કરી મૃતદેહને દરિયામાં ફેંકી દેવામાં આવ્યો હતો. બાળકીની ઓળખ અમાયરા ઈમરાન શેખના રૂપે થઈ હતી.
સાવકા પિતાએ કરી દીકરીની હત્યા
પોલીસના અનુસાર, ઈમરાન શેખ પોતાની સાવકી દીકરીના મોબાઈલ પર ગેમ રમવાની આદતથી ખૂબ પરેશાન હતો. અમાયરા મોડી રાત્રે 3 વાગ્યા સુધી મોબાઈલ માંગતી હતી. સોમવારે રાત્રે, ઈમરાન તેને બાઇક પર લઈને મુંબઈ આવી ગયો હતો. ત્યાં એક સુમસાન જગ્યા પર પોતાની દીકરીનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી અને બાદમાં મૃતદેહને સમુદ્રમાં ફેંકી દીધો હતો.
શું હતી ઘટના?
મંગળવારે (15 જુલાઈ) સવારે આશરે 8:30 વાગ્યે, એક માછીમાર ગોપી ધનિને સસૂન ડૉક પાસે પાણીમાં એક બાળકીનો મૃતદેહ તરતા જોવા મળ્યો હતો. ત્યારબાદ સ્થાનિકોએ કોલાબા પોલીસને સૂચના આપી હતી. બાળકીને સેન્ટ જૉર્જ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવી હતી. ત્યારબાદ મૃતદેહને જે. જે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ દેશમાં પાંચ વર્ષમાં 65 વિમાનોના એન્જિન હવામાં ફેઈલ થયા, RTIના ડેટામાં ચોંકાવનારો ઘટસ્ફોટ
પોલીસ તપાસમાં સામે આવી હકીકત
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સોમવારે રાત્રે જ એંટૉપ હિલ પોલીસ સ્ટેશનમાં બાળકીના ગાયબ થવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે ખુદ ઈમરાન અને તેની પત્ની નઝિયા શેખે દાખલ કરાવી હતી. તેમણે કહ્યું હતું કે, અમારી દીકરી રમવા માટે બહાર ગઈ હતી અને પછી પરત નથી ફરી. પરંતુ, જ્યારે પોલીસે મૃતદેહની જાણકારી તમામ પોલીસ સ્ટેશનમાં આપી અને નાઝિયાનો મૃતદેહ બતાવ્યો, તો તેમણે પુષ્ટિ કરી કે, આ તેમની દીકરી અમાયરા છે. ત્યારબાદ પોલીસને ઈમરાન પર શંકા થઈ કારણ કે, મૃતદેહ મળ્યા બાદ પોતાનો મોબાઈલ બંધ કરી દીધો અને ફરાર થઈ ગયો. હાલ પોલીસે ઈમરાનની અટકાયત કરી અને પોલીસે હત્યાનો કેસ દાખલ કર્યો છે. આગળની તપાસ માટે મોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
પોલીસ અધિકારીએ કહ્યું કે, 'ઈમરાને જ શરૂઆતમાં બાળકી ગુમ થયાની ફરિયાદ દાખલ કરી હતી, પરંતુ જ્યારે મૃતદેહ મળી આવ્યો ત્યારે તે તરત જ ભાગી ગયો. જેના પરથી પોલીસને શંકા ગઈ હતી. હવે આ કેસમાં હવે હત્યાની પુષ્ટિ થઈ ગઈ છે.'