યુપીના ફર્રુખાબાદના એક કોચિંગ સેન્ટરમાં ભયાનક વિસ્ફોટ, બે વિદ્યાર્થીઓના મોત, પાંચ ઘાયલ
Farrukhabad blast: ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદના એક કોચિંગ સેન્ટરમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. માહિતી પ્રમાણે વિસ્ફોટમાં બે વિદ્યાર્થીઓના મોત થયા અને એક વિદ્યાર્થી સહિત પાંચ અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. વિસ્ફોટનો અવાજ એટલો મોટો હતો કે, આસપાસના લોકોમાં અને કોચિંગ સેન્ટરમાં નાસભાગ મચી ગઈ હતી.
વિસ્ફોટના કારણે આસપાસના લોકોમાં વ્યાપક નાસભાગ
સાતનપુર મંડી રોડ પર આવેલા કટિયાર કોલ્ડ સ્ટોરેજ પાસે સન ક્લાસીસ લાઇબ્રેરી અને કોચિંગ સેન્ટર આવેલું છે. જ્યા શનિવારે બપોરે લગભગ 3:30 વાગ્યે સેન્ટરની બહાર એક જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે કોચિંગ સેન્ટરની બિલ્ડિંગનો કેટલોક ભાગ ધરાશયી થયો હતો. ઇમારતની અંદરનું ફર્નિચર, બહાર એક ટીન શેડ અને થાંભલાઓ તૂટી પડ્યા હતા. ટીન શેડમાં પાર્ક કરેલી બાઇકોને નુકસાન થયું હતું અને નજીકમાં લાકડાના બોક્સને નુકસાન થયું હતું. વિસ્ફોટના કારણે આસપાસના લોકોમાં વ્યાપક ગભરાટ ફેલાયો હતો અને અફરાતફરી મચી ગઈ હતી.
વિસ્ફોટમાં બે વિદ્યાર્થીઓના મોત, પાંચ ઘાયલ
મળતી માહિતી પ્રમાણે આ વિસ્ફોટમાં 26 વર્ષીય આકાશ સક્સેનાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની તેમજ અન્ય પાંચ અન્ય વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. લોકોએ અન્ય ઘાયલોને ડૉ. રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ખસેડ્યા. 25 વર્ષીય આકાશ કશ્યપ અને 11 વર્ષીય રિધમ યાદવની હાલત ગંભીર હોવાથી તેમને ડો. રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આકાશ કશ્યપને કાનપુર લઈ જતી વખતે કમલગંજ નજીક શ્વાસ છોડી દીધો હતો. નિનુઆ ગામનો પાંચમા ધોરણનો વિદ્યાર્થી અભય, સેન્ટ્રલ જેલ નજીકથી છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો અંશિકા ગુપ્તા, ગુંજન વિહાર કોલોનીનો પાંચમા ધોરણનો વિદ્યાર્થી પિયુષ યાદવ અને ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી નિખિલ યાદવ પણ લોહિયા હોસ્પિટલમાં દાખલ છે.
આ પણ વાંચો:સિરપથી મોત મામલે રાજસ્થાન સરકારે હાથ ઊંચા કર્યા, કહ્યું- બાળકો પહેલેથી જ બીમાર હતા
વિસ્ફોટ અંગે વધુ તપાસ માટે એક સમિતિની રચના કરાઈ
પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ આશુતોષ કુમાર દ્વિવેદી અને પોલીસ અધિક્ષક આરતી સિંહે લોહિયા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સિટી મેજિસ્ટ્રેટ સંજય બંસલ અને સિટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ ઐશ્વર્યા ઉપાધ્યાયે તેમની ટીમ સાથે તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળેથી ગનપાઉડરની ગંધ આવી રહી હતી. સેપ્ટિક ટાંકી વિસ્ફોટ થવાની પણ શંકા છે. હાલમાં વિસ્ફોટનું કારણ તપાસવામાં આવી રહ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ આશુતોષ કુમાર દ્વિવેદીએ જણાવ્યું હતું કે વિસ્ફોટ સેપ્ટિક ટાંકીમાં થયો હતો. તેમણે કહ્યું કે, આ વિસ્ફોટની વધુ તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી રહી છે.