'પ્રેમાનંદ મહારાજનું સ્વાસ્થ્ય ઠીક નથી...', આશ્રમથી આપવામાં આવી માહિતી, ભક્તોની ચિંતા વધી
Sant Premanand: વૃંદાવનના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજની તબિયત બગડી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તેમની યાત્રા અનિશ્ચિત સમય માટે રદ્દ કરવામાં આવી છે. જણાવી દઈએ કે છેલ્લા બે દિવસથી મહારાજ યાત્રામાં સામેલ નહોતા થયા. તેઓ હાજર નહોતા છતાં તેમના દર્શન કરવા આખી રાત શ્રદ્ધાળુઓ રસ્તા પર તેમની પ્રતીક્ષા કરી રહ્યા હતા. હવે મહારાજની તબિયત બગડી હોવાના સમાચાર સામે આવતા તેમના શ્રદ્ધાળુઓમાં પણ ચિંતાનો માહોલ ફેલાયો છે.
આશ્રમે સત્તાવાર નિવેદન આપ્યું
શ્રી રાધે હિત કેલી કૂંજ આશ્રમ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમે જણાવવામાં આવ્યું છે કે સંત પ્રેમાનંદ મહારાજની તબિયત ઠીક નથી. આશ્રમના પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે તેમની પદયાત્રા અનિશ્ચિત સમય માટે રદ્દ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ રસ્તા પર મહારાજના દર્શન કરવાની પ્રતિક્ષા ન કરે. જ્યારે પદયાત્રા શરૂ થશે ત્યારે સૂચના આપવામાં આવશે.
પહેલા પણ યાત્રાને સ્થગિત કરાઇ છે
અગાઉ પણ ઘણીવાર પ્રેમાનંદ મહારાજની પદયાત્રા આ રીતે સ્થગિત કરવામાં આવી છે. જણાવી દઈએ કે પ્રેમાનંદ મહારાજ કિડનીની સમસ્યાથી પીડિત છે. તેઓ દરરોજ ડાયાલિસિસ કરાવે છે. જ્યારે પણ તેમની તબિયત બગડે છે, ત્યારે પદયાત્રા રદ કરવામાં આવે છે.