Get The App

VIDEO : ફરી ખેડૂત આંદોલન, પંજાબ પોલીસે ચંડીગઢમાં ખેડૂતોને અટકાવ્યા, 18 એન્ટ્રી પોઇન્ટ સીલ, 2000 જવાનો તહેનાત

Updated: Mar 5th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : ફરી ખેડૂત આંદોલન, પંજાબ પોલીસે ચંડીગઢમાં ખેડૂતોને અટકાવ્યા, 18 એન્ટ્રી પોઇન્ટ સીલ, 2000 જવાનો તહેનાત 1 - image


Chandigarh Farmers Protest News : સંયુક્ત કિસાન મોર્ચા(SKM)ની આગેવાની હેઠળ આજે (5 માર્ચે) ધરણાની જાહેરાત કરાયા બાદ પોલીસે પણ કાર્યવાહી શરુ કરી દીધી છે. પોલીસે ધરણા માટે ચંડીગઢ કૂચ કરી રહેલા ખેડૂતોને અટકાવ્યા છે. એસકેએમની જાહેરાત બાદ આખા પંજાબમાં અનેક સ્થળે બેરિકેડ્સ લગાવવા ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશના તમામ પ્રવેશ પોઇન્ટો પર સુરક્ષા વધારવામાં આવી છે.

એન્ટ્રી પોઇન્ટ પર 2000 પોલીસ જવાનો તહેનાત

વાસ્તવમાં પંજાબના ખેડૂતોએ આજે (5 માર્ચ) ચંડીગઢમાં વિરોદ-પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. તેઓ ટ્રેક્ટરોમાં રેલી કાઢીને ચંડીગઢ તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જવાબમાં ચંડીગઢ પોલીસે 18 એન્ટ્રી પોઇન્ટ સીલ કરી દીધા છે. આ ઉપરાંત ચંડીગઢ તરફના રસ્તાઓ પણ ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે, ત્યાં સાત ક્ષેત્રોના તમામ DSP અને SHO સહિત લગભગ 2000 પોલીસ કર્મચારીઓ તહેનાત કરાયા છે.

અમરનાથ યાત્રાની તારીખ જાહેર, જાણો ક્યારે ખુલશે બર્ફાની બાબાના કપાટ, ક્યાંરથી શરૂ થશે રજિસ્ટ્રેશન

SKMની એક સપ્તાહ સુધી ધરણા કરવાની જાહેરાત

સંયુક્ત કિસાન મોર્ચા એ 30થી વધુ ખેડૂત સંગઠનોનું ગ્રૂપ છે. એસકેએમએ ખેડૂતોની વિવિધ માંગણીઓ મુદ્દે ચંડીગઢમાં એક સપ્તાહ સુધી ધરણા કરવાની જાહેરાત કરી છે. પંજાબ પોલીસના નાયબ ઇન્સ્પેક્ટર જનરલ (DIG) એચ. એસ. ભુલ્લે કહ્યું કે, દેખાવકાર ખેડૂતોને કોઈપણ કિંમતે ચંડીગઢ જવાની પરવાનગી અપાશે નહીં. ખેડૂતોએ ટ્રેક્ટર-ટ્રોલિયો અને અન્ય વાહનો દ્વારા બુધવારે સવારે ચંડીગઢ જવાના રવાના થયા છે, જોકે પોલીસે તેઓને વિવિધ સ્થળોએ અટકાવી દીધા છે.

CM માન વિરુદ્ધ સૂત્રોચ્ચાર

મોગામાં ક્રાંતિકારી કિસાન યુનિયનના અધ્યક્ષ જતિન્દર સિંહે દાવા સાથે પીટીઆઇને કહ્યું કે, ‘પંજાબ પોલીસે કૂચ કરી રહેલા ખેડૂતોને મોગા જિલ્લાના અજીતાલમાં અટકાવ્યા છે, તેમાંથી કેટલાક લોકોને કસ્ટડીમાં લેવાયા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કૂચની મંજૂર ન આપતાં ખેડૂતો તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

આ પણ વાંચો : મણિપુરમાં ફરી ભૂકંપ, આસામ સહિત અનેક પૂર્વોત્તર રાજ્યોમાં થઈ અસર, પડોશી દેશની પણ ધરતીધ્રૂજી

પોલીસની નાકાબંધીથી ટ્રાફિક જામ

પોલીસે સંગરૂરમાં ઘરાચોન અને ભવાનીગઢ સહિત અનેક સ્થળે નાકાબંધી કરી છે. આ ઉપરાંત ટોલપ્લાઝા પાસે પણ પોલીસનો કાફલો ખડકાયો છે. પોલીસે પંજાબ-હરિયાણાની સંયુક્ત રાજધાનીમાં પ્રવેશ કરતા ખેડૂતોને અટકાવ્યા છે. આ ઉપરાંત ચંડીગઢ-મોહાલીની બોર્ડર પર બેરિકેટ્સ લગાવી દેવાયા છે. અનેક વાહનોની તપાસ કરવાના કારણે સરહદી ચોકિયો પર મોહાલીથી ચંડીગઢ સુધી ટ્રાફિક જામ થઈ ગયો છે. વાહનોની લાંબી કતારો લાગી છે.

ખેડૂતોની માંગો

SKMએ હવે નાબૂદ કરાયેલા ત્રણ કૃષિ કાયદાઓ સામે 2020ના આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. તેઓ કૃષિ માર્કેટિંગ પર નેશનલ પોલિસી ફ્રેમવર્કનો કેન્દ્રનો ડ્રાફ્ટ પાછો ખેંચવા, સ્વામીનાથન કમિશનના અહેવાલ મુજબ લઘુત્તમ ટેકાના ભાવ(MSP)ની કાનૂની ગેરંટી, રાજ્યની કૃષિ નીતિના અમલીકરણ અને રાજ્ય સરકાર દ્વારા એમએસપી પર 6 પાકની ખરીદીની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : ચાઈબાસામાં ભયાનક વિસ્ફોટ, CRPFના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત ત્રણ ઘાયલ

Tags :