Get The App

ચાઈબાસામાં ભયાનક વિસ્ફોટ, CRPFના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત ત્રણ ઘાયલ

Updated: Mar 5th, 2025

GS TEAM

Google News
Google News
ચાઈબાસામાં ભયાનક વિસ્ફોટ, CRPFના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત ત્રણ ઘાયલ 1 - image


IED Explosion In Chaibasa : ઝારખંડના ચાઈબાસા જિલ્લામાં નક્સલીઓએ જમીનમાં છુપાયેલો IED બ્લાસ્ટ થતાં CRPF કોબરા બટાલિયનના એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત સુરક્ષા દળના ત્રણ જવાનો ઘાયલ થયા છે. ઘાયલોને એરલિફ્ટ કરીને તુરંત રાંચીની હોસ્પિટલમાં લઈ જવાયા છે. વાસ્તવમાં સુરક્ષા દળના જવાનો અને પોલીસની સંયુક્ત ટીમ જરાઈકેલા પોલીસ સ્ટેશન વિસ્તારના બલીબામાં નક્સલીઓ વિરુદ્ધના અભિયાન હેઠળ સર્ચ ઓપરેશન કરી રહી હતી. આ દરમિયાન જમીનમાં છુપાવેલો બોંબ અચાનક વિસ્ફોટ થયો હતો. તપાસ કરવામાં આવતા IED બ્લાસ્ટ થયો હોવાનો ખુલાસો થયો છે.

ઘાયલ જવાનોને રાંચી હોસ્પિટલ ખસેડાયા

ચાઈબાસા એસ.પી.આશુતોષ શેખરે ઘટનાની પુષ્ટી કરતા કહ્યું કે, નક્સલીઓ વિરુદ્ધ સતત અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન એક આઈડીડીમાં ધડાકો થવાની ઘટના બની છે. વિસ્ફોટની ઝટેપમાં આવેલા ઘાયલ સીઆરપીએફના આસિસ્ટન્ટ કમાન્ટન્ડ અને બે જવાનોને તાત્કાલિક હેલિપેડ સુધી લવાયા છે અને ત્યારબાદ તેમને હેલીકોપ્ટર દ્વારા રાંચીની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

આ પણ વાંચો : મણિપુરમાં ફરી ભૂકંપ, આસામ સહિત અનેક પૂર્વોત્તર રાજ્યોમાં થઈ અસર, પડોશી દેશની પણ ધરતીધ્રૂજી

નક્સલીઓના ત્રણ કેમ્પ ધ્વસ્ત, અનેક હથિયારો મળ્યા

ચાઈબાસા પોલીસ અને સુરક્ષા દળોએ છેલ્લા 10 દિવસમાં નક્સલીઓના ત્રણ ઠેકાણાને ધ્વસ્ત કર્યા છે અને આ દરમિયાન અનેક હથિયારોનો જથ્થો મળી આવ્યો છે. સર્ચ ઓપરેશન કરી રહેલા જવાનોએ મંગળવારે હુસિપી જંગલમાં એક કેમ્પને ધ્વસ્ત કર્યું હતું. આ દરમિયાન મળી આવેલા 10-10 કિલોગ્રામના બે આઈડી નિષ્ક્રિય કરાયા હતા. કેમ્પમાંથી એક દેશી પિસ્તોલ, બે કાર્બાઈન, એક રાઈફલ, 10 કિલો આઈઈડી, 58 ડેટોનેટર સહિત અન્ય હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : 'અબુ આઝમીને મોકલો યુપી, ઈલાજ કરી દઈએ...' ઔરંગઝૈબ વિવાદમાં યોગીનું નિવેદન


Tags :