Get The App

બાબા બર્ફાનીના કપાટ 3 જુલાઈએ ખુલશે, 9 ઑગસ્ટ સુધી ચાલશે અમરનાથ યાત્રા

Updated: Mar 5th, 2025

GS TEAM

Google News
Google News
બાબા બર્ફાનીના કપાટ 3 જુલાઈએ ખુલશે, 9 ઑગસ્ટ સુધી ચાલશે અમરનાથ યાત્રા 1 - image


Amarnath Yatra 2025 Date : જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલ અને અમરનાથ શ્રાઇન બોર્ડના અધ્યક્ષ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અમરનાથ યાત્રા 2025ની તારીખો જાહેર કરવામાં આવી છે. નિર્ણય મુજબ અમરનાથ યાત્રા ત્રીજી જુલાઈ 2025થી શરુ થશે અને 39 દિવસ સુધી ચાલશે, એટલે કે રક્ષાબંધને સંપન્ન થશે.

ટૂંક સમયમાં શરુ થશે રજિસ્ટ્રેશન

અમરનાથ યાત્રાની તારીખો જાહેર થયા બાદ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન માટે આ પડકારજનક યાત્રા કરતા હોય છે. બોર્ડની જાહેરાત મુજબ યાત્રા માટેનું રજિસ્ટ્રેશન ટૂંક સમયમાં શરુ થશે. આ યાત્રામાં જતાં પહેલા શ્રદ્ધાળુઓએ અગાઉથી નોંધણી કરાવવી જરૂરી છે.

આ પણ વાંચો : મણિપુરમાં ફરી ભૂકંપ, આસામ સહિત અનેક પૂર્વોત્તર રાજ્યોમાં થઈ અસર, પડોશી દેશની પણ ધરતીધ્રૂજી

ગુફા મંદિર પહોંચવા માટે બે રૂટ

અમરનાથ ગુફા કાશ્મીર હિમાલયમાં દરિયાઈ સપાટીથી 3888 મીટરની ઉંચાઈ પર આવેલી છે. ભક્તો પરંપરાગત દક્ષિણ કાશ્મીર પહેલગામ માર્ગ અથવા ઉત્તર કાશ્મીર બાલટાલ માર્ગ દ્વારા ગુફા મંદિર સુધી પહોંચતા હોય છે. જો પરંપરાગત પહેલગામનો રૂટ લેવામાં આવે તો 48 કિલોમીટર જેટલું અંતર કાપવાનું રહે છે. જેથી ગુફા મંદિર સુધી પહોંચવામાં ચારથી પાંચ દિવસ લાગે છે. જયારે બાલટાલ રૂટ દ્વારા મુસાફરી કરવામાં આવે તો 14 કિલોમીટર જેટલું અંતર કાપવાનું રહે છે. બાલટાલ માર્ગનો ઉપયોગ કરનારાઓ ગુફા મંદિરના દર્શન કર્યા પછી તે જ દિવસે બેઝ કેમ્પમાં પાછા ફરી શકે છે.

આ પણ વાંચો : ચાઈબાસામાં ભયાનક વિસ્ફોટ, CRPFના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત ત્રણ ઘાયલ

Tags :