ફ્રિજ ખોલતા જ બોમ્બની જેમ થયો બ્લાસ્ટ, ખેડૂતનું ઘટનાસ્થળે જ મોત, સમગ્ર વિસ્તારમાં હડકંપ મચ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Farmer Dies in Fridge Explosion: છત્તીસગઢની ખૈરાગઢ જિલ્લામાં મંગળવારે એક દુખદ ઘટના બની છે. માહિતી પ્રમાણે ભોરમપુર ગામમાં અચાનક ફ્રિજમાં બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં ખેડૂતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. માહિતી પ્રમાણે ખેડૂતે જ્યારે ફ્રિજ ખોલ્યુ કે તરત જ બ્લાસ્ટ થયો હતો.
આ પણ વાંચો: એક જ દિવસમાં એર ઈન્ડિયાની ચાર ફ્લાઈટ કેન્સલ, જાણો કયા કારણે ના ભરી શકી ઉડાન
ફ્રિજનો દરવાજો ખોલતાં જ થયો મોટો બ્લાસ્ટ
મળતી માહિતી પ્રમાણે 52 વર્ષીય ખેડૂત શ્રીરામ વર્મા રોજ પ્રમાણે ફ્રિજમાંથી વસ્તુઓ નીકાળવા માટે દરવાજો ખોલ્યો તો અંદરથી મોટો બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે, ઘટના સ્થળ પર જ ખેડૂતના બન્ને પગ અલગ થઈ ગયા હતા. તેના શરીરના અન્ય ભાગોમાં પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વીજળી વિભાગ અને ટેકનિકલ નિષ્ણાતોની એક ટીમે વિસ્ફોટના સંભવિત કારણોની તપાસ શરુ કરી છે.
રિપોર્ટ બાદ બ્લાસ્ટનું કારણ જાણી શકાશે
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે ફ્રિજ આખી રાત બંધ હતું અને સવારે તેને ચાલુ કરતાની સાથે જ આ દુર્ઘટના બની હતી. તેમજ ફ્રિજ રસોડામાં હતું અને કદાચ જૂના મોડેલનું હતું. ટેકનિકલ નિષ્ણાતોના કહેવા પ્રમાણે કોમ્પ્રેસર ફેલિયર, ગેસ લીકેજ અથવા ઓવરલોડેડ ઇલેક્ટ્રિકલ સર્કિટને કારણે આવો વિસ્ફોટ થયો હોઈ શકે છે. જો કે, ટેકનિકલ નિષ્ણાતોની ટીમના રિપોર્ટ બાદ પરિસ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: રાજાની હત્યા સમયે હું ત્યાં હાજર હતી... ક્રાઈમ સીન રિક્રિએશનમાં સોનમની ચોંકાવનારી કબૂલાત
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે પરિવારજનોએ ખેડૂતની સારવાર માટે નજીકના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં લઈ ગયા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને રાજનંદગાંવ મેડિકલ કોલેજ રિફર કરવામાં આવ્યો. વધુ પડતા રક્તસ્ત્રાવ અને આંતરિક ઇજાઓને કારણે ખેડૂતનું જિલ્લા હોસ્પિટલ પહોંચતા પહેલા જ રસ્તામાં મૃત્યુ થયું હતું.








