કોહલી પર રૂ. 5 કરોડ લેવાનો આરોપ મૂકનારા ફલાહારી બાબાનો યુ-ટર્ન! પ્રેમાનંદ મહારાજની માફી માંગી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Falahari Baba Apology Premanand Maharaj: ક્રિકેટર વિરાટ કોહલીના વૃંદાવન આવવા પર 5 કરોડ રૂપિયા લેવાનો વિવાદિત આરોપ લગાવનારા શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસના અધ્યક્ષ દિનેશ શર્મા ઉર્ફે ફલાહારી બાબા હવે બેકફૂટ પર આવી ગયા છે અને તેમણે હવે યુ-ટર્ન લીધો છે. ફલાહારી બાબાએ સંત પ્રેમાનંદ મહારાજ અને તેમના ભક્તોની હાથ જોડીને માફી માગી છે. ફલાહારી બાબાએ કહ્યું કે, મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું અને હું પૂજ્ય મહારાજજીના ચરણોમાં ક્ષમા યાચના કરું છું. એવું માનવામાં આવી રહ્યું છે કે મથુરા-વૃંદાવનના સંતો દ્વારા કરવામાં આવેલા સામાજિક અને ધાર્મિક બહિષ્કારના કડક નિર્ણય બાદ ફલાહારી બાબા બેકફૂટ પર આવ્યા છે.
હનુમાન ટેકરી પર સંતોએ કર્યો હતો ફલાહારીનો બહિષ્કાર
તમને જણાવી દઈએ કે, ફલાહારી બાબાએ દાવો કર્યો હતો કે, રાજસ્થાનની એક ખાનગી કંપનીએ વિરાટ કોહલીને સંત પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં લાવવા માટે 5 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ વિવાદિત આરોપ બાદ મથુરા-વૃંદાવનના સંત સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. સિદ્ધ પીઠ હનુમાન ટેકરી પર બોલાવવામાં આવેલી સંતોની મહાબેઠકમાં ફલાહારી બાબાનો પૂર્ણ બહિષ્કાર કરવાનો અને ભવિષ્યમાં કોઈપણ ધાર્મિક મંચ પર તેમને ન બોલાવવાનો સખત નિર્ણય લેવામાં આવ્યો હતો. સંતોના આ કડક વલણને જોતાં ફલાહારી બાબાએ આખરે ઝૂકવું પડ્યું છે.
માફી માગતા બોલ્યા- જાનથી મારી નાખવાની મળી રહી છે ધમકીઓ
હવે પોતાની સફાઈ આપતા ફલાહારી બાબાએ કહ્યું કે, 'મેં ક્યારેય પૂજ્ય પ્રેમાનંદ મહારાજ વિરુદ્ધ એક પણ ખોટો શબ્દ નથી કહ્યો. મારા શબ્દોથી જો મહારાજજી, તેમના અનુયાયીઓ કે કોઈપણ સનાતનીને ઠેસ પહોંચી હોય, તો હું તેના માટે ક્ષમા માગુ છું.' તેમણે પ્રેમાનંદ મહારાજને સમગ્ર હિન્દુ સમાજનું ગૌરવ ગણાવ્યા. આ સાથે જ ફલાહારી બાબાએ એવો પણ દાવો કર્યો કે, 'આ સમગ્ર વિવાદ બાદથી મને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.'
વિવાદો અને શિષ્યના મોત વચ્ચે 14 દિવસ પછી પાછા ફર્યા પ્રેમાનંદ મહારાજ
એક તરફ જ્યાં આ માફીનામું ચર્ચામાં છે, તો બીજી તરફ સંત પ્રેમાનંદ મહારાજ પોતાના શિષ્ય રસિક દુલારીના મોત બાદ ચાલી રહેલા વિવાદો વચ્ચે 14 દિવસ પછી ગુરુવારે પોતાના રાધા કેલિ કુંજ આશ્રમ પહોંચ્યા. તેમના આગમનની જાણ થતાં જ દર્શન માટે હજારો ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી, જેને કાબૂમાં લેવામાં સુરક્ષાકર્મીઓ અને સેવાદારોને ભારે મશક્કત કરવી પડી હતી. મહારાજ આશ્રમમાં પૂજા-અર્ચના કરવા અને ગુરુજીના આશીર્વાદ લીધા બાદ પાછા યમુના વિહાર કુંજ આશ્રમ માટે રવાના થઈ ગયા.
શિષ્ય રસિક દુલારીના મોતનું રહસ્ય હજુ પણ બરકરાર
સંત પ્રેમાનંદ મહારાજનો આશ્રમ ગત શુક્રવારથી જ ચર્ચામાં છે, જ્યારે તેમના શિષ્ય રસિક દુલારીએ આશ્રમની બહુમાળી ઈમારત પરથી કૂદીને પોતાનો જીવ આપી દીધો હતો. ઘટના બાદ સનસનાટી ત્યારે વધુ વધી ગઈ જ્યારે રૂમમાંથી મૃતકનો કપાયેલો પ્રાઈવેટ પાર્ટ અને કટર મળી આવ્યા. જોકે પોલીસને મળેલા CCTV ફૂટેજમાં શિષ્ય પોતે જ છત પરથી છલાંગ લગાવતો જોવા મળી રહ્યો છે, પરંતુ સુસાઈડ પહેલાં પ્રાઈવેટ પાર્ટ કાપવાનું આ ખોફનાક પગલું તેમણે શા માટે ભર્યું, તેનું રહસ્ય હજુ પણ પોલીસ તપાસના ઘેરામાં છે.




