For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પુલવામા હુમલા માટેના વિસ્ફોટકો નેપાળ સરહદેથી ભારતમાં ઘૂસાડાયા હતા?

Updated: Feb 20th, 2019

પુલવામા હુમલા માટેના વિસ્ફોટકો નેપાળ સરહદેથી ભારતમાં ઘૂસાડાયા હતા?નવી દિલ્હી,તા.20.ફેબ્રુઆરી 2019, બુધવાર

ભારતના 40 સપૂતોના જીવ લેનાર પુલવામાના આતંકવાદી હુમલા માટેના વિસ્ફોટકો નેપાળ બોર્ડર પરથી ભારતમાં ઘૂસાડવામાં આવ્યા હોવાની પણ શક્યતા જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.

પાકિસ્તાનથી લાવવામાં આવેલા વિસ્ફટકો  ભારતમાં ઘૂસાડવા માટેના ઓપરેશનમાં પાકિસ્તાનની ખૂફિયા એજન્સી  આઈએસઆઈએ મદદ કરી હોય તેવુ શક્ય છે.

જાણકારોનુ માનવુ છે કે ભારત નેપાળ બોર્ડર બહુ સંવેદનશીલ બની ગઈ છે.ભારતે આ બોર્ડર પર વધારે નજર રાખવાની જરુર છે.આટલા મોટા પ્રમાણમાં વિસ્ફટકો જમ્મુ કાશ્મીર સરહદેથી ભારતમાં ઘૂસાડવા શકય  નથી.પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ એ મહોમ્મદ અને આઈએસઆઈ નેપાળ રુટનો ભારતમાં ઘાતક હથિયારો સપ્લાય કરવા ઉપયોગ કરી રહ્યા હોય તેવુ શક્ય છે.યુપી અને બિહારમાં આઈએસઆઈના એજન્ટોની હિલચાલ છેલ્લા કેટલાક સમયથી વધી ગઈ છે.હથિયારોની ખેપ માટે તેમનો પણ ઉપયોગ થાય છે.

કાશ્મીરમાં સપ્લાય થતા કોલસામાં વિસ્ફોટકો છૂપાવવામાં આવ્યા હોય તેવુ પણ બની શકે છે.

Gujarat