India

Explainer: જગન્નાથ પુરી મંદિરના 5 વણઉકેલાયેલા રહસ્યો: વિજ્ઞાન અને આસ્થાનો આ સંગમ તમને પણ આશ્ચર્યમાં મૂકી દેશે!

By GS Team
13 Jul 20265 mins read
TukuTouch Logo
ઓડિશાના પુરીમાં આવેલું જગન્નાથ મંદિર અનેક રહસ્યોથી ઘેરાયેલું છે. અહીં પવન વિરુદ્ધ દિશામાં ધ્વજ લહેરાય છે, પક્ષીઓ મંદિર પરથી ઉડતા નથી અને સિંહદ્વારમાં પ્રવેશતા જ સમુદ્રનો અવાજ ગાયબ થાય છે. આ ઉપરાંત, સુદર્શન ચક્રનું અનોખું સ્થાપત્ય અને 7 માટીના ઘડામાં સૌથી ઉપરનો પ્રસાદ પહેલાં રંધાવો જેવા ચમત્કારો પાછળ પ્રાચીન ભારતીય એન્જિનિયરિંગ અને વિજ્ઞાન છુપાયેલું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: જગન્નાથ પુરી મંદિરના 5 વણઉકેલાયેલા રહસ્યો: વિજ્ઞાન અને આસ્થાનો આ સંગમ તમને પણ આશ્ચર્યમાં મૂકી દેશે!

Jagannath Puri Temple's Ancient Engineering: ભારતમાં અનેક પૌરાણિક અને ચમત્કારિક મંદિરો આવેલાં છે, પરંતુ ઓડિશાના પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથનું મંદિર આ બધામાં સાવ અનોખું અને રહસ્યમય છે. હિન્દુ ધર્મમાં આ પવિત્ર ધામને સાક્ષાત સ્વર્ગનું નિવાસસ્થાન માનવામાં આવે છે. દર વર્ષે અહીં યોજાતી જગન્નાથ રથયાત્રા આખા દેશ સહિત સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચે છે. વર્ષ 2026 માં, આ ભવ્ય રથયાત્રા 16 જુલાઈ, ગુરુવારથી શરૂ થવા જઈ રહી છે.
આધુનિક વિજ્ઞાન અને અદ્યતન ટેક્નોલોજીના યુગમાં પણ જગન્નાથ મંદિર સાથે જોડાયેલા કેટલાક એવા રોમાંચક રહસ્યો છે જેની સામે મોટા-મોટા વૈજ્ઞાનિકો પણ લાચાર થઈ ગયા છે. જોકે, આધુનિક વૈજ્ઞાનિકો, આર્કિટેક્ટ્સ અને હવામાનશાસ્ત્રીઓએ આ રહસ્યો પાછળના ભૌતિકશાસ્ત્ર અને ભૂગોળના નિયમોને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો છે. ચાલો જાણીએ પ્રભુ જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના આ ધામના 5 એવા ચમત્કારો અને તેની પાછળ છુપાયેલા વૈજ્ઞાનિક તર્ક વિશે.

સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી : ઓડિશાના પુરીમાં સોમવાર, 13 જુલાઈ 2026ના રોજ ભગવાન જગન્નાથની આગામી રથયાત્રા 2026ની સુરક્ષા તૈયારીઓના ભાગરૂપે નકલી (ડમી) રથ ખેંચવાની કવાયતમાં ભાગ લઈ રહેલા સુરક્ષા જવાનો.

1… પવનની વિરુદ્ધ દિશામાં લહેરાતો ધ્વજ
ભૌતિકશાસ્ત્રનો સનાતન નિયમ છે કે પવન જે દિશામાં ફૂંકાય, ધ્વજ તે જ દિશામાં લહેરાય. પરંતુ જગન્નાથ મંદિરના શિખર પર લાગેલો લાલ ધ્વજ હંમેશાં પવનની વિરુદ્ધ દિશામાં લહેરાતો જોવા મળે છે! આ સાથે જ, દરરોજ સાંજે એક પૂજારી કોઈ પણ પ્રકારના સુરક્ષા સાધનો વગર આ 214 ફીટ ઊંચા મંદિરના શિખર પર ચઢીને ધ્વજ બદલે છે. એવી લોકવાયકા છે કે જો કોઈ એક દિવસ પણ આ ધ્વજ બદલવાનું ચૂકી જવાય તો મંદિર આગામી 18 વર્ષ માટે બંધ થઈ શકે છે.
વૈજ્ઞાનિક તર્ક (એરોડાયનેમિક્સ અને સ્થાનિક ભૂગોળ): મંદિરનું શિખર લગભગ 214 ફૂટ (65 મીટર) ઊંચું છે. આટલી ઊંચાઈ પર પવનની ગતિ જમીન કરતાં તદ્દન અલગ હોય છે. મંદિરની ગોળાકાર અને જટિલ રચનાને કારણે જ્યારે પવન તેની સાથે અથડાય છે, ત્યારે ત્યાં 'વમળ' (Turbulent Eddies/Vortices) પેદા થાય છે, જે પવનને વિભાજિત કરીને ઉલટી દિશામાં ધકેલે છે. ઉપરાંત, દરિયા કિનારે દિવસ અને રાત્રિ દરમિયાન પવનની દિશા બદલાવી એ એક સામાન્ય ભૌગોલિક પ્રક્રિયા છે, જેને 'Sea Breeze' અને 'Land Breeze' કહેવાય છે. પુરીના ચોક્કસ ભૌગોલિક સ્થાન અને તાપમાનના તફાવતને કારણે અહીં પવનની દિશા સામાન્ય કરતાં જુદી અનુભવાય છે.

2. Fire and Emergency Services vehicles, personnel and emergency response equipment are deployed as part of security preparations ahead of the Lord Jagannath Rath Yatra 2026 in Puri, Odisha, on Monday, July 13, 2026.jpg

2… કુદરતી 'નો-ફ્લાય ઝોન'
આજના સમયમાં ગમે તેટલી ઊંચી ઇમારત હોય, તેની આસપાસ પક્ષીઓ ઉડતા કે બેસતા જોવા મળે જ છે. આશ્ચર્યની વાત એ છે કે આજ સુધી કોઈ પણ પક્ષી જગન્નાથ મંદિરના શિખર પર ઉડતું કે બેસતું જોવા મળ્યું નથી. એટલું જ નહીં, કોઈ વિમાન કે હેલિકોપ્ટર પણ ક્યારેય આ મંદિરની ઉપરથી પસાર થતું નથી.
વૈજ્ઞાનિક તર્ક (ભૌતિક વિજ્ઞાન): પુરી એક દરિયાકાંઠાનો વિસ્તાર હોવાથી ત્યાં ખૂબ તેજ પવન ફૂંકાય છે. 214 ફૂટની ઊંચાઈ પર મંદિરના શિખર અને તેની પર રહેલા વિશાળ અષ્ટધાતુના નીલચક્રને કારણે શક્તિશાળી હવાના ઊંચા દબાણનો વિસ્તાર (Aerodynamic Pressure Zone) સર્જાય છે. પક્ષીઓ ઊડવા માટે હળવા પવનનો સહારો લે છે, પરંતુ આટલા ઊંચા દબાણવાળા વિસ્તારમાં તેમને ઉડવામાં તકલીફ પડતી હોવાથી તેઓ સામાન્ય રીતે મંદિરની ઉપરથી ઉડવાનું ટાળે છે.

3 Artisans paint traditional Jhoti Chita motifs on Bada Danda (Grand Road) as preparations gather pace ahead of the annual Rath Yatra in Puri, Odisha, on Saturday, July 11, 2026.jpg

3… સિંહદ્વારમાં પ્રવેશતા જ ગાયબ થઈ જતો સમુદ્રનો અવાજ
આ મંદિર બિલકુલ દરિયા કિનારે આવેલું હોવાથી બહાર મોજાઓનો પ્રચંડ અવાજ સંભળાતો હોય છે. પરંતુ જે ક્ષણે તમે મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર એટલે કે 'સિંહદ્વાર'ની અંદર પહેલું પગલું મૂકો છો, તે જ સેકન્ડે સમુદ્રના મોજાંનો અવાજ ગાયબ થઈ જાય છે. જેવો તમે ફરી સિંહદ્વારાની બહાર પગ મૂકો, એટલે અવાજ પાછો સંભળાવા લાગે છે.
વૈજ્ઞાનિક તર્ક (ધ્વનિશાસ્ત્ર- Acoustics): મંદિરની અંદર પ્રવેશતા જ સમુદ્રનો અવાજ બંધ થઈ જાય છે, કારણ કે મંદિરની આસપાસ ખૂબ જ ઊંચી અને જાડી પથ્થરની દીવાલો છે. આ દીવાલો અને મંદિરની આંતરિક આર્કિટેક્ચરલ રચના એક ઉત્કૃષ્ટ 'સાઉન્ડ પ્રૂફ' અકોસ્ટિક્સ તરીકે કામ કરે છે, જે ધ્વનિ પરાવર્તન (Sound Reflection) દ્વારા બહારના અવાજને અંદર આવતા અટકાવે છે.

4 Traditional Maharana servitors carry out the construction of the three holy chariots — Nandighosha, Taladhwaja and.jpg

4… સુદર્શન ચક્રની અનોખી ગોઠવણી
મંદિરના શિખર પર 8 ધાતુમાંથી બનેલું ભવ્ય સુદર્શન ચક્ર (નીલચક્ર) સ્થાપિત છે. આ ચક્રની બનાવટ એવી અદભુત છે કે તમે પુરી શહેરના કોઈ પણ ખૂણે ઊભા રહીને તેને જુઓ, તેનો ચહેરો (ફ્લેટ ભાગ) હંમેશાં તમારી સામે જ દેખાશે.
વૈજ્ઞાનિક તર્ક (સ્થાપત્ય કલા અને પડછાયાનું વિજ્ઞાન): આ કોઈ જાદુ નથી પરંતુ પ્રાચીન ભારતીય સ્થાપત્ય કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. આ ચક્રની થ્રી-ડાયમેન્શનલ ડિઝાઇનિંગ એવી સચોટ છે કે તે દરેક દિશામાંથી એકસરખું જ દેખાય છે. આ જ રીતે, મંદિરની એન્જિનિયરિંગ રચના Golden Ratio મુજબ એ રીતે કરાઈ છે કે, સૂર્ય બરાબર ઉપર હોય ત્યારે તેનો પડછાયો મંદિરના પાયાના ભાગ પર જ પડે છે, જેથી જમીન પર તેનો પડછાયો ક્યારેય સ્પષ્ટ દેખાતો નથી.

5 Priests perform rituals during the Snana Yatra of Lord Jagannath, Lord Balabhadra and Devi Subhadra at the Shree Jagannath Temple on the occasion of Deva S.jpg

5… વિશ્વનું સૌથી મોટું રસોડું અને પ્રસાદનો ચમત્કાર
અહીં લાકડાના ચૂલા પર એકની ઉપર એક એમ 7 માટીના ઘડા મૂકીને પ્રસાદ રાંધવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે, જે ઘડો સૌથી ઉપર એટલે કે અગ્નિથી સૌથી દૂર હોય છે, તેમાં ખોરાક સૌથી પહેલા રંધાય છે! અહીં દરરોજ હજારો ભક્તો ભોજન કરે છે, તેમ છતાં ક્યારેય પ્રસાદ ખૂટતો નથી અને ક્યારેય વેડફાતો પણ નથી.
વૈજ્ઞાનિક તર્ક (ઉષ્મા ગતિશાસ્ત્ર - Thermodynamics): માટીના વાસણો અને વરાળના સંતુલિત પ્રવાહને કારણે ઉષ્મા નીચેથી ઉપર તરફ ખૂબ જ ઝડપથી ગતિ કરે છે, જ્યાં વરાળ એકઠી થવાને કારણે ઉપરનો ઘડો સૌથી પહેલા ગરમ થાય છે. અન્ન ન ખૂટવા પાછળ મંદિર પ્રશાસનનું સદીઓ જૂનું અને સચોટ મેનેજમેન્ટ જવાબદાર છે.

6 Gajapati Maharaja arrives at the Snana Mandap to perform the Raja-Niti and Chhera Panhara rituals during the Snana Yatra at the Shree Jagannath Temple, in Puri district of Odisha, on Monday, June 29, 2026.jpg

મૂર્તિઓની અપૂર્ણતા પાછળનું પૌરાણિક રહસ્ય
જગન્નાથ મંદિરમાં ભગવાનની મૂર્તિઓ લાકડામાંથી બનેલી છે અને તે અધૂરી છે, એટલે કે તેમને હાથ અને પગ નથી. પૌરાણિક કથા અનુસાર, રાજા ઇન્દ્રદ્યુમ્નની વિનંતી પર દેવતાઓના શિલ્પી ભગવાન વિશ્વકર્મા એક વૃદ્ધ સુથારનું રૂપ લઈને બંધ ઓરડામાં આ મૂર્તિઓ બનાવી રહ્યા હતા. તેમણે શરત મૂકી હતી કે કામ પૂરું ન થાય ત્યાં સુધી કોઈએ દરવાજો ખોલવો નહીં. પરંતુ ઘણા દિવસો સુધી અંદરથી કોઈ અવાજ ન આવતા, રાણી ગુંડિચાની ચિંતા થઈ, જેને કારણે રાજાએ દરવાજો ખોલાવી દીધો. શરત તૂટતાં જ વિશ્વકર્મા અદૃશ્ય થઈ ગયા અને મૂર્તિઓ અધૂરી રહી ગઈ. ત્યારબાદ આકાશવાણી થઈ કે ભગવાન આ જ સ્વરૂપે પૃથ્વી પર બિરાજમાન થવા માંગે છે.

ચમત્કાર નહીં, પ્રાચીન ભારતીય એન્જિનિયરિંગનું ઉદાહરણ
જેને લોકો ચમત્કાર માને છે, તે વાસ્તવમાં 12મી સદીના ભારતીય કારીગરો અને એન્જિનિયરોનું અદભુત વિજ્ઞાન, ગણિત અને સચોટ પ્લાનિંગ છે. તેમણે પ્રકૃતિના નિયમોનો એટલો સુંદર ઉપયોગ કરીને મંદિર બનાવ્યું છે કે આજે 800 વર્ષ પછી પણ આધુનિક વિજ્ઞાન તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.