Congress Ex MP Claim: પૂર્વ કોંગ્રેસ સાંસદ કુમાર કેતકરે બુધવારે (26 નવેમ્બર) 2014ની લોકસભા ચૂંટણી પરિણામોને લઈને મોટો દાવો કર્યો છે. પૂર્વ સાંસદે કહ્યું કે, અમેરિકા અને ઈઝરાયલની ગુપ્ત એજન્સી, CIA અને મોસાદે 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હારનું કાવતરૂ રચ્યું હતું. બંધારણ દિવસના અવસરે કોંગ્રેસ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા, રાજ્યસભાના પૂર્વ સભ્યએ કહ્યું કે, પાર્ટીએ 2004ની લોકસભા ચૂંટણીમાં 145 બેઠકો જીતી અને તેના પાંચ વર્ષ બાદ આયોજીત સામાન્ય ચૂંટણીમાં 206 બેઠકો જીતી હતી. જો આ સિલસિલો યથાવત રહ્યો તો કોંગ્રેસ 250 બેઠકો જીતીને સત્તામાં રહી શકતી હતી. જોકે, 2014માં પાર્ટીને મળીને બેઠકોની સંખ્યા ઘટીને 44 રહી ગઈ.
આ પણ વાંચોઃ 'અમે SIR પર રોક નહીં લગાવીએ પણ...' બિહારનું ઉદાહરણ આપી જુઓ સુપ્રીમ કોર્ટે શું કહ્યું
કોંગ્રેસ નેતાનો ચોંકાવનારો દાવો
કેતકરે વધુમાં કહ્યું કે ,ચૂંટણી પહેલા આ રમત શરૂ થઈ ગઈ હતી અને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, કોઈપણ સંજોગોમાં કોંગ્રેસની બેઠકોની સંખ્યા વધવી જોઈએ નહીં. એવા સંગઠનો હતા જે આ રીતે કામ કરતા હતા, જ્યાં સુધી અમે કોંગ્રેસને 206થી નીચે ન લાવીએ, ત્યાં સુધી અમે અહીં (ભારતમાં) રમત રમી શકીશું નહીં. આ સંગઠનોમાંથી એક CIA હતું અને બીજું ઈઝરાયલનું મોસાદ. બંનેએ નક્કી કર્યું હતું કે, તેમને ભારતમાં કંઈક કરવું પડશે. જો સ્થિર કોંગ્રેસ સરકાર અથવા કોંગ્રેસની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર ફરીથી સત્તામાં આવશે, તો તેઓ ભારતમાં દખલ કરી શકશે નહીં અને તેમની નીતિઓ લાગુ કરી શકશે નહીં.'
આ પણ વાંચોઃ ભારતની મોટી સફળતા, ફ્રાન્સ ફાઈટર જેટનાં એન્જિન બનાવવાની ટેક્નોલોજી આપવા તૈયાર
તેમણે કહ્યું કે, બંને ગુપ્તચર એજન્સીઓ માને છે કે, ભારતમાં એક અનુકૂળ સરકાર તેમના નિયંત્રણમાં હશે અને બહુમતી સરકાર હોવી જોઈએ. પરંતુ, કોંગ્રેસની નહીં. મોસાદે રાજ્યો અને મતવિસ્તારો પર વિગતવાર ડેટા એકત્રિત કર્યો છે. CIA અને મોસાદ પાસે રાજ્યો અને મતવિસ્તારો પર વિગતવાર ડેટા છે. 2014માં તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહ સામે અસંતોષ હતો, પરંતુ એટલી હદે નહીં કે કોંગ્રેસને શરમજનક હારનો સામનો કરવો પડ્યો, તેની સંખ્યા 206 થી ઘટીને 44 થઈ ગઈ.


