Get The App

EPFOમાં મોટા ફેરબદલ: હવે દરેક વ્યક્તિએ UANને લઈને આ કામ ફરજિયાત કરવું પડશે

Updated: Aug 5th, 2025

GS TEAM

Google News
Google News
EPFOમાં મોટા ફેરબદલ: હવે દરેક વ્યક્તિએ UANને લઈને આ કામ ફરજિયાત કરવું પડશે 1 - image


Employees' Provident Fund Organisation: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EFPO) એ તેના સભ્યો માટે ઉમંગ મોબાઇલ એપ (Umang App) દ્વારા યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) એક્ટિવ કરવાનું ફરજિયાત કર્યું છે. તેની શરુઆત આગામી 7 ઓગસ્ટથી શરૂ થઈ જશે. EPFO એ સ્પષ્ટપણે કહ્યું છે કે હવે UAN માત્ર  આધાર ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઉમંગ એપથી એક્ટિવેટ  કરી શકાય છે અને આવું ન કરનારા સભ્યોની સેવાઓ બંધ કરી દેવામાં આવી શકે છે.

આ પણ વાંચો: 'હવે તે મારા કાકા નહીં, મારા પતિ છે', પ્રેમમાં અંધ ભત્રીજીએ સંબંધોની મર્યાદા ઓળંગી

ઉમંગ એપથી UAN બનાવવો શક્ય

EPFO એ તેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. 30 જુલાઈના રોજ એક પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો અને આ અંગેની અપડેટ આપવામાં આવ્યું હતું. તે પ્રમાણે હવે સભ્યો માટે આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશન દ્વારા તેમનો UAN જનરેટ કરવો ફરજિયાત છે. જો કે, કેટલાક ખાસ કિસ્સાઓમાં જેમ કે આંતરરાષ્ટ્રીય કર્મચારીઓ માટે એમ્પ્લોયર દ્વારા યુનિવર્સલ એકાઉન્ટ નંબર જનરેટ કરવાની જૂની પદ્ધતિ પણ ચાલુ રહેશે. અન્ય તમામ નવા UAN આધાર ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જનરેટ કરવામાં આવશે. તેના માટે સમગ્ર પ્રક્રિયા UMANG એપ દ્વારા કરવામાં આવશે અને એમ્પ્લોયરનો સંપર્ક કરવાની જરૂર રહેશે નહીં.

આ પણ વાંચો: રક્ષાબંધન પહેલા જ સગી બહેને ભાઈની સોપારી આપીને હત્યા કરાવી, કારણ ચોંકાવનારું

કર્મચારીઓ હવે પોતે UAN જનરેટ અને એક્ટિવેટ કરી શકશે

EPFO ના નવા નિયમનો સૌથી મોટો ફાયદો એ છે કે કર્મચારીઓ હવે પોતે UAN જનરેટ અને એક્ટિવેટ કરી શકશે. આ માટે, તેમણે ફક્ત તેમના મોબાઇલના પ્લે સ્ટોર પરથી UMANG એપ અને આધાર ફેસ RD એપ ડાઉનલોડ કરવાની રહેશે. તે એક્ટિવેટ થયા પછી યુઝર્સ અહીંથી E_UAN કાર્ડની ડિજિટલ કોપી પણ ડાઉનલોડ કરી શકે છે અને EPFO સાથે સીધા કનેક્ટ થવા માટે તેને એમ્પ્લોયર સાથે શેર કરી શકે છે.

Tags :