'હવે તે મારા કાકા નહીં, મારા પતિ છે', પ્રેમમાં અંધ ભત્રીજીએ સંબંધોની મર્યાદા ઓળંગી
Niece marries uncle: થોડા દિવસ પહેલા જ આધેડ વયની મહિલા કે જેને ત્રણ સંતાનો છે, તેમ છતાં પણ તેણે તેની દિકરીની ઉંમરના યુવક સાથે ભાગીને લગ્ન કરી લીધીના સમાચાર આવ્યા હતા. જે બાદ કાકા- ભત્રીજીના સંબંધોને લજવતો કિસ્સો સામે આવ્યો છે. મળતી વિગત પ્રમાણે મધ્યપ્રદેશમાંથી કાકા- ભત્રીજીને પ્રેમ થતાં બંને જણ દિલ્હીની કોર્ટમાં લગ્ન કરી લીધા. પરિવાર શોધખોળ કરીને દિકરી જબરજસ્તીથી ઘરે પરત લાવ્યા બાદ ભત્રીજીએ કેસ કર્યો. પોલીસે આ કેસમાં ચારથી પાંચ લોકો સામે કેસ નોંધ્યો છે અને તપાસ ચાલુ છે.
દિલ્હીમાં કોર્ટ મેરેજ
મળતી માહિતી પ્રમાણે આશરે દોઢ મહિના પહેલા યુવતી તેના કાકા સાથે ઘરેથી ભાગી ગઈ હતી. બંને દિલ્હી ગયા હતા અને કોર્ટમાં લગ્ન કરી લીધા હતા અને નોકરીની શોધમાં લગભગ 20 દિવસ પછી મધ્યપ્રદેશના હરદા ખાતે પરત ફર્યા હતા. માહિતી પ્રમાણે યુવક યુવતી દૂરના કાકા-ભત્રીજીના સંબંધ ધરાવે છે.
આ પણ વાંચો: રક્ષાબંધન પહેલા જ સગી બહેને ભાઈની સોપારી આપીને હત્યા કરાવી, કારણ ચોંકાવનારું
સ્થળની માહિતી મળતાં જ પરિવાર ત્યાં પહોંચી ગયો
હરદા પરત ફર્યાના લગભગ આઠ દિવસ પછી યુવતીના પરિવારને તેમની માહિતી મળતા જ પરિવાર તે જ જગ્યાએ પહોંચ્યો હતો જ્યાં તેઓ બંને રહેતા હતા. પરિવારે યુવતીને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તે પોતાના નિર્ણય પર અડગ રહી. યુવતીએ સ્પષ્ટ કહ્યું, 'હવે તે મારા કાકા નથી, તે મારા પતિ છે. હું માત્ર તેની સાથે રહેવા માંગુ છું.'
પરિવારે તેનું બળજબરીથી અપહરણ કર્યું
જ્યારે છોકરી સંમત ન થઈ, ત્યારે પરિવારના સભ્યોએ કથિત રીતે તેનુ અને તેના પતિને બળજબરીથી કારમાં બેસાડીને ત્યાંથી લઈ ગયા. લગભગ પાંચ કલાક પછી બંનેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. છોકરીએ પોલીસ સ્ટેશનમાં કહ્યું કે, આ લોકો મને બળજબરીપૂર્વક ત્યાથી લઈ આવ્યા છે અને હું મારા પતિ સાથે રહેવા માંગુ છું. પોલીસે આ કેસમાં સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરી અને ચારથી પાંચ લોકો સામે અપહરણનો કેસ નોંધ્યો.
પોલીસ અને ભીમ આર્મીની પ્રતિક્રિયા
હરદા એસપીએ જણાવ્યું કે, છોકરીનો પરિવાર તેને પાછી લઈ જવા માંગતો હતો અને તેને હરદાથી લગભગ 70 કિલોમીટર દૂર લઈ ગયો હતો. બાદમાં પોલીસે પરિવારને ફોન કરીને છોકરીને પાછી લાવી. ASI દિનેશ શેખાવતના જણાવ્યું કે, 'તેમને સ્થાનિક લોકો પાસેથી ઘટનાની માહિતી મળી. ભીમ આર્મીના વિભાગીય પ્રમુખ મહેન્દ્ર કાશીવ પણ CCTVમાં જોવા મળ્યા હતા.' આ અંગે પ્રતિક્રિયા આપતા કાશીવે કહ્યું, 'અમને દતિયા પાસેથી માહિતી મળી કે એક છોકરી ગુમ થઈ ગઈ છે અને પરિવાર ચિંતિત છે. અમે ત્યાં માત્ર મદદ કરવા ગયા હતા. અમને જોઈને છોકરો અને છોકરી ભાગવા લાગ્યા, તેથી અમે તેમને કારમાં બેસાડ્યા જેથી અમે તેમને સમજાવી શકીએ.'