રક્ષાબંધન પહેલા જ સગી બહેને ભાઈની સોપારી આપીને હત્યા કરાવી, કારણ ચોંકાવનારું
Sister gets brother killed before Raksha Bandhan: મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં 12 જુલાઈએ બોરીમાં બાંધેલી હાલતમાં મળેલા એક યુવાનના મોતનો ભેદ ઉકેલી પોલીસે ચોકાવી દીધા છે. આ કેસમાં થયેલા ખુલાસા ખૂબ જ ચોંકાવનારા છે. યુવકની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેની જ સગી બહેને કરાવી હતી. બહેન તેના દારૂડિયા અને હિંસક ભાઈથી કંટાળીને ગઈ હતી, તેથી તેણે 10,000 રૂપિયાની સુપારી આપીને તેની હત્યા કરાવી હતી. પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
યુવાનનો મૃતદેહ બોરીમાં બાંધેલી હાલતમાં મળી આવ્યો
આ મામલો લાંધાઢોલ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જ્યાં તાલ ગામમાં ગોપદ નદીના કિનારે એક યુવાનનો મૃતદેહ બોરીમાં બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે, તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. લાશની ઓળખ ન થવાને કારણે પોલીસે તેનો ફોટો પડોશી રાજ્યો છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ મોકલ્યો હતો. પોલીસે ઘણી મહેનત પછી લાશની ઓળખ છત્તીસગઢના મુકરીલ ગામના રહેવાસી લાલ બહાદુર સિંહ તરીકે થઈ હતી.
'મારો ભાઈ દારૂને મને અને મારી માતાને વારંવાર માર મારતો...'
મૃતકના ભાઈ શિવપ્રસાદને તેની બહેન ફૂલમતી સિંહ પર શંકા દર્શાવી હતી. પોલીસે ફૂલમતી સિંહની પૂછપરછ કરી ત્યારે તેણે ગુનો કબૂલી લીધો. તેણે કહ્યું કે, 'મારો ભાઈ દારૂ પીધા પછી મને મારી અને માતાને વારંવાર માર મારતો હતો. જેના કારણે અમે છેલ્લા ઘણા સમયથી કંટાળી ગયા હતા. એટલે મારા એક પરિચિત શિવ કૈલાશ સિંહ અને ભૂપત સિંહને 10,000 રૂપિયા આપીને મારા ભાઈને મારી નાખવા માટે સમજાવ્યા હતાં.'
આરોપીઓએ તેનું ગળું દબાવીને હત્યા કરી
એ પછી 8 જુલાઈના રોજ જ્યારે લાલ બહાદુર નશામાં હતો, ત્યારે બંને આરોપીઓએ તેનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પછી તેઓએ લાશને કોથળામાં ભરીને ગોપદ નદીમાં ફેંકી આવ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે અને કેસની વધુ તપાસ હાથ ધરી છે.