India

હવે PF એકાઉન્ટથી ઉપાડી શકશો 5 લાખ રૂપિયા, પહેલા 1 લાખની હતી લિમિટ, સરકારે લીધો મોટો નિર્ણય

By GS TEAM
24 Jun 20252 mins read
TukuTouch Logo
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ PF કર્મચારીઓને મોટી રાહત આપી છે. EPFO ​​એ ઓટો સેટલમેન્ટ (PF Auto Settlement)ની લિમિટ 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે. EPFO ​​સભ્યો હવે કોઈપણ ઈમરજન્સીમાં એડવાન્સ ક્લેમ (Advance Claim)દ્વારા 5 લાખ રૂપિયા સુધી ઉપાડી શકશો. એટલે કે હવે આટલી મોટી રકમ ઉપાડવા માટે મેન્યુઅલી તપાસ કરવાની જરૂર રહેશે નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે PF એકાઉન્ટથી ઉપાડી શકશો 5 લાખ રૂપિયા, પહેલા 1 લાખની હતી લિમિટ, સરકારે લીધો મોટો નિર્ણય

PF Auto Settlement : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ PF કર્મચારીઓને મોટી રાહત આપી છે. EPFO ​​એ ઓટો સેટલમેન્ટ (PF Auto Settlement)ની લિમિટ 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે. EPFO ​​સભ્યો હવે કોઈપણ ઈમરજન્સીમાં એડવાન્સ ક્લેમ (Advance Claim)દ્વારા 5 લાખ રૂપિયા સુધી ઉપાડી શકશો. એટલે કે હવે આટલી મોટી રકમ ઉપાડવા માટે મેન્યુઅલી તપાસ કરવાની જરૂર રહેશે નહીં.

આ પણ વાંચો: ધ્રૂજાવી દેનારી ઘટના: ગળુ કાપી લાશને પેટીમાં રાખીને સિમેન્ટથી જમાવી દીધી, નિવૃત્ત ASIના પુત્ર-પુત્રવધુએ કર્યો કાંડ

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જાહેર કરવામાં આવેલા આ ફેરફાર તાત્કાલિક નાણાકીય સહાયની જરૂર હોય તેવા લોકોને સરળ અને સમયસર સહાય પૂરી થઈ શકશે. જો કોઈને મેડિકલ ખર્ચ અથવા ઘરનું રંગરોગાન કરાવવા માટે પૈસાની જરૂર હોય તો હવે તેઓ તાત્કાલિક 1 થી 5 લાખ રૂપિયા ઉપાડી શકે છે. માંડવિયાએ કહ્યું કે, 'આ નિર્ણય એકાઉન્ટ ધારકોને સરળ અને સમયસર પૈસા મળી રહે તે ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે. જેથી સભ્યોને જરૂરિયાતના સમયે પૈસા મેળવવાનું સરળ બની રહેશે.'


પહેલાં કેવો નિયમ હતો?

અત્યાર સુધી EPFO ​​દ્વારા એડવાન્સ ક્લેમ હેઠળ માત્ર 1 લાખ રૂપિયા સુધીની રકમ જ ઓટો સેટલમેન્ટ દ્વારા ઉપાડી શકતાં હતાં. એટલે કે, જો કોઈએ 1 લાખ રૂપિયા કે તેથી ઓછી રકમનો દાવો કર્યો હોય તો આ રકમ એડવાન્સ ક્લેમ હેઠળ આપમેળે મંજૂર થઈ જતી હતી અને થોડા દિવસો પછી ખાતામાં જમા કરવામાં આવતી હતી. પરંતુ જો રકમ 1 લાખ રૂપિયાથી વધુ હોય તો તેના માટે મેન્યુઅલ વેરિફિકેશન કરાવવું પડતું હતું. જેના કારણે આ પ્રક્રિયા ખૂબ લાંબી થઈ ગઈ. જોકે, હવે આ મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે.

આ પણ વાંચો: કયા કામથી કહ્યા વિના વિદેશ ગયા રાહુલ ગાંધી? ભાજપના આરોપો પર કોંગ્રેસે કરી સ્પષ્ટતા

આ નિર્ણયથી શું લાભ થશે?

સરકારના આ મોટા નિર્ણયથી પીએફ કર્મચારીઓ પીએફ ઓફિસના ધક્કા ખાધા વગર ઓનલાઈન મોટી પીએફ રકમનો દાવો કરી શકશે. આ ઉપરાંત તેમને એડવાન્સ ક્લેમ માટે લાંબા સમય સુધી રાહ નહીં જોવી પડે. ઘરે બેઠા બેઠા નિર્ધારિત સમય સુધીમાં તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જશે, જેનો ઉપયોગ તેઓ તેમના મહત્ત્વપૂર્ણ કામ માટે કરી શકશે.