India

ધ્રૂજાવી દેનારી ઘટના: ગળું કાપી લાશને સૂટકેસમાં રાખીને સિમેન્ટથી જડી દીધી, નિવૃત્ત ASIના પુત્ર-પુત્રવધુનો કાંડ

By GS Team
24 Jun 20252 mins read
This article was originally published on 24 Jun 2025
TukuTouch Logo
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં મેરઠ જેવી ઘટના સામે આવી છે. સોમવારે અહીંની ઇન્દ્રપ્રસ્થ કોલોનીમાં એક સુટકેસમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. ધારદાર હથિયારથી યુવકનું ગળું કાપીને પછી મૃતદેહને સુટકેસમાં મૂકીને સિમેન્ટથી પ્લાસ્ટર કરી નાખ્યું હતું. બાદમાં સૂટકેસને સ્ટીલની પેટીમાં બંધ કરી દીધી હતી. હવે આ કેસમાં પોલીસે નિવૃત્ત ASIના પુત્ર અંકિત ઉપાધ્યાય અને તેની પત્ની શિવાની શર્માની દિલ્હીથી ધરપકડ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધ્રૂજાવી દેનારી ઘટના: ગળું કાપી લાશને સૂટકેસમાં રાખીને સિમેન્ટથી જડી દીધી, નિવૃત્ત ASIના પુત્ર-પુત્રવધુનો કાંડ

Raipur Suitcase Case :  છત્તીસગઢની રાજધાની રાયપુરમાં મેરઠ જેવી ઘટના સામે આવી છે. સોમવારે અહીંની ઇન્દ્રપ્રસ્થ કોલોનીમાં એક સુટકેસમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. ધારદાર હથિયારથી યુવકનું ગળું કાપીને પછી મૃતદેહને સુટકેસમાં મૂકીને સિમેન્ટથી પ્લાસ્ટર કરી નાખ્યું હતું. બાદમાં સૂટકેસને સ્ટીલની પેટીમાં બંધ કરી દીધી હતી. હવે આ કેસમાં પોલીસે નિવૃત્ત ASIના પુત્ર અંકિત ઉપાધ્યાય અને તેની પત્ની શિવાની શર્માની દિલ્હીથી ધરપકડ કરી છે. 

આ પણ વાંચો : કયા કામથી કહ્યા વિના વિદેશ ગયા રાહુલ ગાંધી? ભાજપના આરોપો પર કોંગ્રેસે કરી સ્પષ્ટતા

પોલીસના જણાવ્યા પ્રમાણે, મૃતક યુવકની ઓળખ કિશોર પંકરા તરીકે થઈ છે. આ સમગ્ર ઘટનાનો મુખ્ય સૂત્રધાર અંકિત ઉપાધ્યાય છે. જે વ્યવસાયે વકીલ પણ છે. મૃતદેહને ફેંકવા જતી વખતે પતિ-પત્ની સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. ગુનાને અંજામ આપ્યા પછી બંને રાયપુર એરપોર્ટથી દિલ્હી ભાગી ગયા.


જાણો શું છે આખો મામલો?

હકીકતમાં રાયપુરની ઇન્દ્રપ્રસ્થ કોલોની ફેઝ-2ની પાસે એક પેટીમાં યુવકની મૃતદેહ ફેંકી દેવાયો હતો. સોમવાર બપોર પછી સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ આવવા લાગી હતી. સાંજ સુધીમાં દુર્ગંધ વધુ તીવ્ર થઈ ગઈ હતી, ત્યારબાદ સ્થાનિક લોકોએ પોલીસને આ અંગે જાણ કરી. જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્યાં પડેલી પેટીને ખોલી તો તેમાં રહેલી સુટકેસમાં મૃતદેહ મળી આવ્યો. તેમજ સુટકેસમાં સિમેન્ટનું પ્લાસ્ટર કરેલું હતું.


આ પણ વાંચો : ગ્લોબલ વોર્મિંગના કારણે વધી રહ્યું છે અરબ સાગરનું જળસ્તર: WMOનો ચિંતાજનક રિપોર્ટ, વાયનાડ ભૂસ્ખલનનો પણ ઉલ્લેખ

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, મૃતદેહમાંથી દુર્ગંધ ન આવે તે માટે હત્યારાઓએ હત્યા પછી મૃતદેહને સિમેન્ટનું પ્લાસ્ટર કરીને સુટકેસ ભર્યો હતો. એ પછી તેઓએ સુટકેસને સાંકળથી બંધ કરી દીધી, પરંતુ જ્યારે દુર્ગંધ આવવા લાગી ત્યારે પકડાઈ જવાના ડરથી તેઓએ સુટકેસને એક લોખંડની પેટીમાં મૂકી દીધો અને તેને ઇન્દ્રપ્રસ્થની એક ખુલ્લી જગ્યામાં ફેંકી દીધો હતો.

શા માટે કરાઈ હત્યા?

પોલીસના સૂત્રોના અનુસાર, કિશોર પૈકરા 40 વર્ષના હતા, જેઓ શારીરિક રીતે અક્ષમ હતા અને વ્હીલચેર પર ચાલતા હતા. હત્યા જમીન ખરીદીમાં 10 લાખ રૂપિયાની લેવડ-દેવડ વિવાદને લઈને કરાઈ હતી. મોહદી ગામમાં કિશોરની જમીનનો સોદો અંકિત ઉપાધ્યાયે 50 લાખ રૂપિયામાં કરાવ્યો હતો, પરંતુ કિશોરને માત્ર 30 લાખ રૂપિયા આપ્યા. બાકીના 20 લાખમાંથી 10 લાખની માગ કરવા પર અંકિત અને શિવાનીએ તેની હત્યાનું કાવતરું ઘટ્યું હતું. કિશોરે ગળું કાપીને હત્યા કરી અને મૃતદેહને લાલ સૂટકેસમાં સીમેન્ટભરીને સ્ટીલની પેટીમાં છૂપાવી દીધો, જેને ઇન્દ્રપ્રસ્થ કોલોનીના ખુલ્લા વિસ્તારમાં ફેંકી દીધો.