Get The App

ગુજરાત સહિત 9 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોનું SIR ફાઈનલ લિસ્ટ જાહેર, 1.70 કરોડ મતદારોના નામ 'ડિલીટ'

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાત સહિત 9 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોનું SIR ફાઈનલ લિસ્ટ જાહેર, 1.70 કરોડ મતદારોના નામ 'ડિલીટ' 1 - image


ECI Releases Final Draft Voter List 9 States : કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ ફાઈનલ વોટર લિસ્ટ જાહેર થયા બાદ 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1.70 કરોડથી વધુ નામો મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, ગોવા અને કેરળ સહિતના રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ દ્વારા શનિવારે શેર કરવામાં આવેલા આંકડા મુજબ, ગત 27 ઓક્ટોબરથી આ પ્રક્રિયા શરૂ થઈ તે પહેલાં આ રાજ્યોનો સંયુક્ત મતદાર આધાર 21.45 કરોડથી વધુ હતો, જે હવે ઘટીને 19.75 કરોડ થઈ ગયો છે.

રાજ્ય અનુસાર આંકડા 

છત્તીસગઢ: અહીં મતદાર યાદીમાંથી અંદાજે 24 લાખ નામો કમી થયા છે, જ્યારે 2,34,994 નવા મતદારો ઉમેરાયા છે. હવે રાજ્યમાં કુલ 1.87 કરોડથી વધુ નોંધાયેલા મતદારો છે.

મધ્યપ્રદેશ: અહીં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. SIR પ્રક્રિયા પૂર્ણ થયા બાદ યાદીમાંથી 34,25,078 નામો કપાયા છે. હવે રાજ્યમાં કુલ 5.39 કરોડ મતદારો બાકી છે.

રાજસ્થાન: અહીં ફાઈનલ લિસ્ટમાં 31.36 લાખ નામો ઓછા થયા છે. ઓક્ટોબર 2025માં મતદારોની સંખ્યા 5.46 કરોડ હતી, જે હવે ઘટીને 5.15 કરોડ થઈ ગઈ છે.

આ પણ વાંચો : ઓડિશા હાઈવે પર મોતનું તાંડવ : ટ્રેલરે પોલીસ વાહનના ફુરચા ઉડાડ્યા, 5 જવાન શહીદ, 3 ગંભીર

પ્રક્રિયા અને વિવાદ

કેન્દ્રીય ચૂંટણી પંચની આ પ્રક્રિયા હાલમાં ચર્ચાના કેન્દ્રમાં છે. બિહારમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે, જ્યારે અન્ય 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તે હાલ ચાલુ છે. જેમાં લગભગ 60 કરોડ મતદારોનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બાકીના 17 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR શરૂ કરવામાં આવશે.

આસામમાં પ્રક્રિયા 10 ફેબ્રુઆરીએ પૂર્ણ

અસમમાં 'સ્પેશિયલ રિવિઝન' પ્રક્રિયા 10 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ છે. જોકે, બિહારની જેમ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં રાજકીય પક્ષોએ આ પ્રક્રિયાને પડકારતા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. શિડ્યુલમાં વારંવાર થતા ફેરફાર અને નામો કમી થવાની મોટી સંખ્યાને કારણે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.