For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લોકસભા ચૂંટણીના પ્રથમ ચરણ પહેલા જ ચૂંટણી પંચે અબજો રૂપિયાના સામાનની કરી જપ્તી, તૂટ્યો રેકોર્ડ

Updated: Apr 15th, 2024

લોકસભા ચૂંટણીના પ્રથમ ચરણ પહેલા જ ચૂંટણી પંચે અબજો રૂપિયાના સામાનની કરી જપ્તી, તૂટ્યો રેકોર્ડ

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના પ્રથમ ચરણ પહેલાના મતદાન પહેલા જ ચૂંટણી પંચે અબજો રૂપિયાનો રેકોર્ડ સામાન જપ્ત કર્યો છે. જપ્ત કરવામાં આવેલા સામાનમાં રોકડની સાથે માદક દ્રવ્ય અને કિંમતી ધાતુઓ પણ સામેલ છે. 

અત્યાર સુધીમાં 4,650 કરોડ રૂપિયાનો સામાન જપ્ત

એક અહેવાલ પ્રમાણે 1 માર્ચ બાદથી દરરોજ સરેરાશ 100 કરોડ રૂપિયાની કિંમતના સામાનની જપ્તી કરવામાં આવી રહી છે. ચૂંટણીના એલાન બાદથી અત્યાર સુધીમાં 4,650 કરોડ રૂપિયાનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. આ રકમ 2019ની સામાન્ય ચૂંટણી દરમિયાન કરવામાં આવેલી કુલ જપ્તી કરતા પણ ઘણી વધારે છે.

આગળ પણ આવી જ કાર્યવાહી ચાલુ રહેશે

પંચે કહ્યું છે કે આગળ પણ આવી જ કાર્યવાહી ચાલુ રહેશે. ચૂંટણી પંચે કહ્યું કે, આ કાર્યવાહી સામાન્ય જનતા, આવકવેરા વિભાગ, કસ્ટમ્સ, એક્સાઈઝ, સ્થાનિક પોલીસ અને અર્ધલશ્કરી દળોના અધિકારીઓની મદદથી કરવામાં આવી રહી છે.

સૌથી વધુ કેશ તમિલનાડુમાંથી જપ્ત કરવામાં આવ્યા છે. તમિલનાડુમાંથી 53 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેલંગાણાથી 49 કરોડ રૂપિયા, મહારાષ્ટ્રથી 40 કરોડ રૂપિયા અને કર્ણાટક અને રાજસ્થાનથી 35-35 કરોડ રૂપિયાથી વધુની જપ્તી કરવામાં આવી છે.

ગત લોકસભા ચૂંટણીમાં 844 કરોડ કેશ જપ્ત 

ગત લોકસભા ચૂંટણીમાં 844 કરોડ કેશ જપ્ત કરવામાં આવ્યા હતા. આ વખતે અત્યાર સુધીમાં 395 કરોડ કેશ જપ્ત કરવામાં આવ્યા છે. એ જ રીતે ગત ચૂંટણીમાં 304 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ વખતે અત્યાર સુધીમાં 490 કરોડ રૂપિયાના દારૂની જપ્તી કરવામાં આવી છે. ડ્રગ્સ કે માદક દ્રવ્યનો આંકડો 1280 કરોડની સામે 2068 કરોડ છે. 


Gujarat