For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં આપના વધુ એક નેતાને ઈડીનું તેડું, કેજરીવાલના PAની પણ પૂછપરછ

Updated: Apr 8th, 2024

દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં આપના વધુ એક નેતાને ઈડીનું તેડું, કેજરીવાલના PAની પણ  પૂછપરછ
Image Twitter 

Delhi Liquor policy scam  :  દિલ્હી લિકર કૌભાંડમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. હમણાં થોડા દિવસ પહેલા સંજય સિંહને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતાં. જે બાદ હવે EDએ આ કેસમાં AAP નેતા દુર્ગેશ પાઠકને સમન્સ મોકલ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દુર્ગેશ પાઠકને પૂછપરછ માટે બોલાવ્યા છે. દિલ્હીના સીએમ અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ લિકર કૌભાંડમાં જેલમાં છે. તેમના સિવાય દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં જેલનો સામનો કરી રહ્યા છે.

કેજરીવાલના અંગત સહાયક (PA)બિભવ કુમારની પૂછપરછ 

ED હાલમાં આ બહુચર્ચિત કેસમાં અરવિંદ કેજરીવાલના અંગત સહાયક (PA)બિભવ કુમારની પૂછપરછ કરી રહી છે. આ દરમિયાન સોમવારે EDએ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં AAP નેતા દુર્ગેશ પાઠકને સમન્સ મોકલ્યું છે. આ મામલે સુત્રોએ જણાવ્યું કે, લિકર કૌભાંડમાં કેટલાક દસ્તાવેજોની તપાસ અંગે બિભવ કુમારની પૂછપરછ કરવામાં આવી રહી છે.

કેવી રીતે આવ્યું દુર્ગેશ પાઠકનું નામ ?

આ બાબતે એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે, 'ગોવા વિધાનસભા ચૂંટણીમાં કરવામાં આવેલી રોકડ ચૂકવણી અંગે કેટલાક નિવેદનો લીધા છે, જેની તપાસ એજન્સીએ કરી હતી, આ નિવેદનોમાં દુર્ગેશ પાઠકનું નામ સામે આવ્યું છે. માહિતી પ્રમાણે દુર્ગેશ પાઠક બપોર પછી ED ઓફિસમાં હાજર થઈ શકે છે. તે પછી એવું માનવામાં આવી રહ્યું છે કે, તપાસ એજન્સી દુર્ગેશ પાઠકને આ રોકડ વ્યવહારને સંબંધિત પૂછપરછ કરી શકે છે.

ગ્રાઉન્ડ વર્કર્સને મળી હતી રોકડ : ED

EDએ આરોપ લગાવ્યો છે કે, સાઉથ ગ્રુપ પાસેથી હવાલા દ્વારા 45 કરોડ રૂપિયાની લાંચ લેવામાં આવી હતી. આ રુપિયાનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ વર્ષ 2021-22 ગોવા વિધાનસભા દરમિયાન ચૂંટણી પ્રચાર માટે કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પૂર્વ ડેપ્યુટી સીએમ અને AAP નેતા મનીષ સિસોદિયાના નજીકના માનવામાં આવતાં દિનેશ અરોરાના નિવેદન પર તપાસ એજન્સીએ આ દાવો કર્યો છે. આ ઉપરાંત એજન્સી દ્વારા વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ ચૂંટણી પ્રચારમાં નીચેના લેવલે કામ કરનારા લોકોને રોકડ ચૂકવણી કરવામાં આવી હતી. જેમાં દરેક વર્કર્સ, એરિયા મેનેજર, એસેમ્બલી મેનેજર વગેરેનો સમાવેશ થાય છે. આ લોકોનું સંચાલન AAPના કોમ્યુનિકેશન ઈન્ચાર્જ વિજય નાયર અને દિલ્હીના ધારાસભ્ય દુર્ગેશ પાઠક કરતાં હતા. 

આપના રાષ્ટ્રીય સંયોજક અને પાર્ટી પર કેસ દાખલ થવો જોઈએ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગયા મહિને ધરપકડ કરતી વખતે તપાસ એજન્સીએ દાવો કર્યો હતો કે, કેજરીવાલે મુખ્યમંત્રી પદનો ઉપયોગ કરી મની લોન્ડરિંગ અને પોતાની પાર્ટીને ફાયદો કરાવવા માટે કર્યો હતો. EDએ કહ્યું છે કે, આમ આદમી પાર્ટીની જેના તેઓ રાષ્ટ્રીય સંયોજક છે તેમની પર અને તેમની પાર્ટી વિરુદ્ધ કેસ દાખલ થવો જોઈએ.

Gujarat