India

ઇડીએ આમ્રપાલી જૂથની 54.71 કરોડની મિલકતો ટાંચમાં લીધી

By GS Team
12 Oct 20261 min read
TukuTouch Logo
ઇડીએ આમ્રપાલી જૂથના મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મહારાની બાગ સ્થિત ₹54.71 કરોડની સ્થિર મિલકતો ટાંચમાં લીધી છે. આ સંપત્તિ સુરભાઇ એડવર્ટાઇઝિંગના નામે નોંધાયેલી છે. લખનઉ ઝોનલ કાર્યાલયે આ કાર્યવાહી કરી. આમ્રપાલીએ ફ્લેટ આપવાના નામે ખરીદદારો પાસેથી નાણાં લીધા હતા, પરંતુ પ્રોજેક્ટ અધૂરા રહ્યા. ફોરેન્સિક ઓડિટમાં ₹5000 કરોડથી વધુના દુરુપયોગની માહિતી મળી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇડીએ આમ્રપાલી જૂથની 54.71 કરોડની  મિલકતો ટાંચમાં લીધી

નવી દિલ્હી : ઇડીએ આમ્રપાલી જૂથ સાથે જોડાયેલ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીનાં મહારાની બાગ સ્થિત ૫૪.૭૧ કરોડ રૂપિયાની સ્થિર મિલકતો અસ્થાયી ધોરણે ટાંચમાં લીધી છે. આ સંપત્તિ સુરભાઇ એડવર્ટાઇઝિંગ નામે નોંધાયેલી છે. ઇડીનાં લખનઉ ઝોનલ કાર્યાલયે આ કાર્યવાહી કરી છે.
ઇડી અનુસાર તપાસ ઉત્તર પ્રદેશ પોલીસ અને દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા દ્વારા દાખલ ૧૮ એફઆઇઆર આધારે શરૂ કરવામાં આવી હતી.
આરોપ મૂકવામાં આવ્યો છે કે આમ્રપાલી જૂથે નોઇડા અને ગ્રેટર નોઇડામાં રહેણાંક પ્રોજેક્ટ માટે ખરીદનારાઓ પાસેથી નાણાં લઇને ૩૬ મહિનામાં ફલેટ આપવા અને સુનિિશ્ચિત રિટર્નનું વચન આપ્યું હતું. જો કે પ્રોજેક્ટ અધૂરા રહી ગયા હતાં. ખરીદનારાઓને ન ફલેટ મળ્યા અને ન તેમને રકમ પરત મળી. ફોરેન્સિક ઓડિટમાં ૫૦૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમનાં દુરુપયોગની માહિતી મળી છે. ઇડીનો આરોપ છે કે રકમ શેલ અને કંપનીઓનાં માધ્યમથી સ્થળાંતરિત કરવામાં આવી હતી.
એક અન્ય કાર્યવાહીમાં ઇડીએ નેક્સા એવરગ્રીન કેસમાં ૩૪.૯૧ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. જેમાં ગુજરાત, રાજસ્થાન અને ગોવા સ્થિત જમીન, ફલેટ તથા રિસોર્ટમાં હિસ્સેદારી સામેલ છે.
એજન્સી અનુસાર કુર્ક કરવામાં આવેલી સંપત્તિઓમાં ૬૯ સ્થાયી સંપત્તિઓનું મૂલ્ય લગભગ ૨૯.૩૭ કરોડ રૂપિયા છે.