ઇ કોર્મસ કંપનીએ તમામ કર્મચારીઓને આપી ૧૧ દિવસની રજા, કારણ જાણીને ચોંકી જશો

માનસિક સ્વાસ્થ્ય જળવાય તે માટે આ પગલું ભરવામાં આવ્યું

આ રજા ૨૨ ઓકટોબરથી ૧ નવેમ્બર સુધી લાગુ પડશે.


નવી દિલ્હી,૨૨ સપ્ટેમ્બર,૨૦૨૨,ગુરુવાર 

રોજીંદા જીવનની એકને એક ઘટમાળમાં નોકરીયાતોએ જોતરાયેલા રહેવું પડે છે. કામના ભારણ નીચે રજા લેવી શકય બનતી નથી પરંતુ એ જાણીતી ઇ કોર્મસ કંપનીએ તેના તમામ કર્મચારીઓને સળંગ ૧૧ દિવસની રજા જાહેર કરી છે. 

વર્કમાંથી બ્રેકની જાહેરાત કરતા જણાવવામાં આવ્યું છે કે કર્મચારીઓએ ખુદને તરોતાજા રાખી શકે અને માનસિક સ્વાસ્થ્ય જળવાય તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે. આગામી સમયમાં તહેવારો અને અને સેલ સિઝન ચાલી રહી હોવાથી કર્મચારીઓ કામથી દૂર રહીને ખુદના માટે સમય ફાળવી શકે અને મેન્ટલ ફિટનેસ જાળવે તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

 કંપનીની સ્થાપકે ટ્વીટર પર શેર કરતા લખ્યું  હતું કે સારા માનસિક સ્વાસ્થ્ય માટે સંતુલન હોવું ખૂબ જરુરી છે. આ સતત બીજા વર્ષે ૧૧ દિવસના બ્રેકની જાહેરાત કરવામાં આવી છે. રજા ૨૨ ઓકટોબરથી ૧ નવેમ્બર સુધી આ લાગુ પડશે. 

City News

Sports

RECENT NEWS