દુર્ગાપુર દુષ્કર્મ કેસમાં મોટી કાર્યવાહી, પોલીસે મુખ્ય આરોપીની કરી ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Duragapur Rape Case : પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં MBBSની વિદ્યાર્થિની પર કથિત સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે મુખ્ય આરોપી વાસિફ અલીની ધરપકડ કરી છે, જે પીડિતાનો ક્લાસમેટ છે. આ ધરપકડ સાથે અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.
પીડિતાના પિતાના વાસિફ પર આરોપ
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પીડિતા કોલેજ કેમ્પસમાંથી સાંજે નીકળતી વખતે મિત્ર વાસિફ અલી સાથે ગઈ હતી. એવું કહેવાય છે કે બંને નજીકના જંગલ વિસ્તારમાં ગયા હતા, જ્યાં આરોપીએ કથિત રીતે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ પીડિતા તેની સાથે જ હોસ્ટેલ પરત આવી ગઈ હતી. પીડિતાના પિતાએ પણ ફરિયાદમાં વાસિફ પર આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો : VIDEO : રાજસ્થાનમાં દોડતી બસમાં ભીષણ આગ, 10થી 12ના મોતની આશંકા, ફટાકડાના કારણે બની ઘટના
વાસિફની ચાર દિવસ પૂછપરછ બાદ ધરપકડ
પોલીસે જણાવ્યું કે, વાસિફ અલી પર શરૂઆતથી શંકા હતી. છેલ્લા ચાર દિવસથી તેની સતત પૂછપરછ કરવાની આવી હતી. આજે તેને ક્રાઇમ સીન પર લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને કેટલાક મહત્ત્વના પુરાવા મળ્યા બાદ પોલીસે તેની સત્તાવાર ધરપકડ કરી લીધી છે. આરોપીને આવતીકાલે સવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
પોલીસે દુષ્કર્મના આરોપોને નકાર્યા
બીજીતરફ પોલીસે દુષ્કર્મના આરોપોને નકારી દીધા છે. પીડિતાના નિવેદન અને પુરાવા પરથી માત્ર એક જ વ્યક્તિ સામેલ હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન પીડિતાનો મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે.









