મોંઘવારીનો ડબલ ડોઝ: સરકારી આંકડામાં માત્ર કાગળ પર રાહત, સામાન્ય જનતાના ખિસ્સા ખાલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Wholesale Inflation Eases Slightly: સરકાર દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા કામચલાઉ આંકડા અનુસાર, 2022-23ને આધાર વર્ષ ગણીને, ભારતનો જથ્થાબંધ ભાવ સૂચકાંક(WPI) આધારિત ફુગાવાનો દર જુલાઈ 2026માં સામાન્ય ઘટીને 9.78 ટકા રહ્યો છે, જે અગાઉના મહિને જૂનમાં 9.87 ટકા નોંધાયો હતો. એટલે કે, જથ્થાબંધ ફુગાવાના દરમાં હળવો ઘટાડો થયો છે, પરંતુ તે હજુ પણ ઊંચા સ્તરે યથાવત્ છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે, જુલાઈમાં તમામ વસ્તુઓનો જથ્થાબંધ ભાવ સૂચકાંક 110.0 હતો, જ્યારે જૂન 2026માં તે 110.2 હતો. સમગ્ર સૂચકાંકમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો હોવા છતાં, અસંખ્ય મુખ્ય શ્રેણીઓમાં ભાવનું દબાણ યથાવત રહ્યું છે.
શ્રેણીવાર ફુગાવાની વિગતો
પ્રાથમિક વસ્તુઓ (Primary Articles): જુલાઈ દરમિયાન ફુગાવાનો દર વધીને 8.52 ટકા નોંધાયો હતો, જે જૂનમાં 7.00 ટકા હતો. જુલાઈમાં તેનો સૂચકાંક 117.2 રહ્યો હતો (જૂનમાં 116.1).
ઉત્પાદિત ઉત્પાદનો (Manufactured Products): ફુગાવાનો દર વધીને 8.29 ટકા થયો છે, જે જૂનમાં 7.48 ટકા હતો. જુલાઈમાં તેનો સૂચકાંક 108.4 રહ્યો હતો (જૂનમાં 107.8).
બળતણ અને ઊર્જા (Fuel & Power): આ શ્રેણીમાં ફુગાવાનો દર જૂનના 27.41 ટકાથી ઘટીને 20.05 ટકા પર આવી ગયો છે, પરંતુ તે હજુ પણ ખૂબ ઊંચા સ્તરે છે. જુલાઈમાં તેનો સૂચકાંક 105.4 રહ્યો હતો (જૂનમાં 111.1).
ફુગાવો વધારતા મુખ્ય પરિબળો
સરકારી આંકડા મુજબ, જુલાઈમાં જથ્થાબંધ ફુગાવો વધારવામાં મુખ્યત્વે ખનિજ તેલ(પેટ્રોલિયમ ઉત્પાદનો), ખાદ્ય વસ્તુઓ, બેસિક મેટલ્સ, નોન-ફૂડ પ્રાઇમરી પ્રોડક્ટ્સ, ખાદ્ય ઉત્પાદનોનું ઉત્પાદન તેમજ રસાયણો અને રાસાયણિક ઉત્પાદનો જવાબદાર રહ્યા હતા. ખાસ કરીને WPI ફૂડ ઇન્ડેક્સમાં ફુગાવો વધ્યો છે. જુલાઈ 2026માં ખાદ્ય ફુગાવો 6.65 ટકા રહ્યો હતો, જે જૂન 2026માં 6.14 ટકા હતો. આ દર્શાવે છે કે, ખાદ્ય વસ્તુઓના ભાવનું દબાણ હજુ પણ યથાવત્ છે.
અગાઉના આંકડામાં સુધારો (Revision)
મંત્રાલયે મે 2026ના આંકડામાં પણ સુધારો કર્યો છે. મે મહિનાનો આખરી જથ્થાબંધ ભાવ સૂચકાંક 109.9ના પ્રારંભિક અંદાજથી સુધારીને 110.1 કરવામાં આવ્યો છે, જેના પરિણામે મે મહિનાનો WPI ફુગાવાનો દર 9.68 ટકાથી વધીને 9.88 ટકા થયો છે. આ આંકડા 98.14 ટકા વેઈટેડ રિસ્પોન્સ રેટના આધારે તૈયાર કરાયા છે, જેથી ચોકસાઈ વધી છે. સાથેજ આઉટપુટ પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ(PPI)નો મે 2026નો આખરી આંકડો પણ 109.6થી સુધારીને 109.9 કરવામાં આવ્યો છે.
ઉત્પાદન ક્ષેત્ર માટે ઓલ ઇન્ડિયા ટ્રાયલ ઇનપુટ પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ(PPI) જુલાઈ 2026માં 105.9 નોંધાયો હતો. મે 2026નો આખરી ઇનપુટ PPI આંકડો પણ 104.9થી સુધારીને 106.5 કરવામાં આવ્યો છે.









