અમેરિકન ટેરિફથી બમણું જોખમ, જાણો 50 ટકા ટેક્સના કારણે કયા કયા બિઝનેસ પર પડશે અસર
Trump 50% Tariff On India: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને એક બાદ એક ઝટકા આપી રહ્યા છે. પહેલા તેમણે ભારતીય નિકાસ પર 25 ટકાનો ટેરિફ લગાવ્યો હતો અને સાથે જ રશિયા પાસેથી ઓઇલ અને હથિયાર ખરીદવાનું શરૂ રાખવા પર એક્સ્ટ્રા ટેરિફની ધમકી આપી હતી, તો બુધવારે તેમણે ફરી એકવાર ટેરિફ બોમ્બ ફોટતા તેને ડબલ કરી દીધો છે. એટલે હવે ભારત પર અમેરિકાએ 50 ટકા ટેરિફ લગાવી દીધો છે. ટેરિફ લાગુ થવાથી દેશના અનેક બિઝનેસ સેક્ટર્સને અસર પહોંચશે. આવો સમજી કે ક્યાં ક્યાં 50 ટકા ટેરિફનો માર પડશે...
24 કલાકમાં એક્સ્ટ્રા ટેરિફની આપી હતી ધમકી
જણાવી દઈએ કે, ટ્રમ્પે મંગળવારે જ ભારત પર 24 કલાકમાં એક્સ્ટ્રા ટેરિફ લગાવવાની ધમકી આપી હતી અને બુધવારે આ દિશામાં એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરીને 25 ટકાના બદલે ભારત પર 50 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણય પાછળ અમેરિકન પ્રમુખે રશિયન ઓઇલની ખરીદીને કારણ ગણાવ્યું છે. તેમણે 9 કલમોવાળા આદેશ પર હસ્તાક્ષર કર્યા, જેમાં ટેરિફ, ટેક્સના વિસ્તારને વધારવા સહિતના અન્ય મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે. હવે ભારત પણ બ્રાઝિલ વાળી યાદીમાં સામેલ થઈ ચૂક્યું છે, જેના પર 50 ટકા ટેરિફ લાગુ છે.
કપડાં-બૂટના બજારને મોટી અસર
ટ્રમ્પના 50 ટકા ટેરિફની અસર દેશના કપડાં અને બૂટના બિઝનેસ પર જોવા મળશે, કારણ કે ટેક્સટાઇલને મોટી માત્રામાં એક્સપોર્ટ કરવામાં આવે છે અને અમેરિકા ભારતીય કપડા અને ફૂટવેરનો સૌથી મોટો આયાત કરતો દેશ છે. 25 ટકાના બદલે 50 ટકા ટેરિફ લાગુ થવાથી અમેરિકન બજારમાં આ પ્રોડક્ટ્સ હજુ મોંઘી થઈ જશે અને તેની ડિમાન્ડ ઘટવાની સાથે જ ભારતના શિપમેન્ટને લઈને બિઝનેસ સુધી અસર થઈ શકે છે. અમેરિકા પોતાની આયાતના લગભગ 14 ટકા કપડાં ભારત પાસેથી ખરીદે છે અને અમેરિકા સાથે 5.9 અરબ ડોલરનો બિઝનેસ છે.
ટ્રમ્પના ટેરિફની અસર કયા કયા સેક્ટરને થઈ શકે?
ડાયમંડ-જ્વેલરી સેક્ટર પર મોટી અસર
ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ બોમ્બનો બીજો શિકાર ભારતના જ્વેલરી અને ડાયમંડ બિઝનેસ હોઈ શકે છે. વાસ્તવમાં ભારત વિશ્વના સૌથી મોટા હીરા નિકાસકારોમાંનો એક છે અને કુલ હીરા નિકાસનો મોટો હિસ્સો અમેરિકા જાય છે.
તેની પાછળનું કારણ છે કે ભાવ વધારાના કિસ્સામાં અમેરિકન ખરીદદારો જ્વેલરી-ડાયમંડ માટે અન્ય વિકલ્પો શોધશે જ્યાં ટેરિફ ઓછો હશે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં કુલ હીરાની આયાતમાં ભારતનો હિસ્સો 44.5 ટકા છે અને તેનું મૂલ્ય લગભગ 6.7 અબજ ડોલર છે. જો આપણે ઝવેરાતની વાત કરીએ તો, ભારતીય જ્વેલરીનો યુએસની કુલ આયાતમાં 15.6 ટકા હિસ્સો છે અને આ 3.5 અબજ ડોલરનો વ્યવસાય છે.
ઓટોમોબાઈલ અને ઓટો પાર્ટ્સ પર અસર
ઓટો સેક્ટર પણ ટ્રમ્પના ટેરિફ બોમ્બની ઝપેટમાં આવીને ખૂબ નુકસાનીમાં જઈ શકે છે. જો કે, ભારત તરફથી અમેરિકાને મોટી માત્રામાં ઓટો પાર્ટ્સ એક્સપોર્ટ કરવામાં આવી રહ્યા છે અને પહેલાથી જ સ્ટીલ અને એલ્યુમીનિયમ પર 25 ટકા ટેરિફ છે, હવે ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા 50 ટકા ટેરિફથી ભારતીય ડિમાન્ડ ખરાબ રીતે અસરગ્રસ્ત થઈ શકે છે.
આ સેક્ટર માટે પણ ચિંતાનો વિષય
ટેક્સટાઇલ અને ડાયમંડ એન્ડ જ્વેલરી સેક્ટર સિવાય ટ્રમ્પના આ નિર્ણયની મોટી અસર અન્ય સેક્ટર્સમાં પણ જોવા મળશે. તેમાં ઇલેક્ટ્રોનિક્સના 7.5 અરબ ડોલરનો બિઝનેસ અસરગ્રસ્ત થશે, જેના કુલ અમેરિકન આયાતમાં ભારતની ભાગીદારી 6.5 ટકા છે. આ સિવાય ફાર્મા મશીન ઇન્ડસ્ટ્રીઝ, જે અમેરિકન બજારમાં 3.1 ટકા ભાગીદારી રાખે છે, તેના બિઝનેસ પર પણ મોટી અસર જોવા મળી શકે છે.