Get The App

ટ્રમ્પે ફરી ભારત-ચીન વિરુદ્ધ ઝેક ઓંક્યું, રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરી કર્યો ગંભીર આક્ષેપ

Updated: Sep 23rd, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પે ફરી ભારત-ચીન વિરુદ્ધ ઝેક ઓંક્યું, રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરી કર્યો ગંભીર આક્ષેપ 1 - image


Donald Trump UNGA Speech : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ભારત-ચીન વિરુદ્ધ ઝેર ઓંક્યું છે. તેમણે રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરીને બંને દેશો પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં સંબોધન કરતી વખતે ભારત-ચીન પર રશિયા-યુક્રેન યુદ્ધમાં ફંડ પૂરું પાડવાનો આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું કે, આ બંને દેશો રશિયન તેલ ખરીદીને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના પ્રાથમિક નાણાકીય સહાયક છે.

ટ્રમ્પે NATO દેશો પર પણ કર્યા પ્રહાર

ટ્રમ્પે યુક્રેન યુદ્ધને શરમજનક ગણાવી NATO દેશો પર પણ પ્રહાર કરી કહ્યું કે, ‘નાટો દેશોએ રશિયાની ઉર્જા પર વધુ પ્રતિબંધ લાદ્યા નથી. તેઓ પોતાના જ વિરુદ્ધ યુદ્ધને ફંડ પૂરું પાડી રહ્યા છે. યુરોપિયન દેશોએ પણ અમેરિકા સાથે મળીને રશિયા પર ટેરિફ લગાવવા જોઈએ, જેથી આ યુદ્ધ સમાપ્ત થઈ શકે.

ટ્રમ્પે સાત યુદ્ધો સમાપ્ત કર્યાનો ફરી દાવો કર્યો

ટ્રમ્પે સાત યુદ્ધો સમાપ્ત કરવાનો ફરી દાવો કર્યો છે. તેમણે ભારત-પાકિસ્તાન અને ઈઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘મેં 7 મહિનામાં ભારત અને પાકિસ્તાન સહિત 7 અંતહીન યુદ્ધોને સમાપ્ત કર્યા અને તેમાં સંયુક્ત રાષ્ટ્રમાં મારી કોઈ મદદ ન કરી. મેં કંબોડિયા અને થાઈલેન્ડ, કોસાવો અને સર્બિયા, કાંગો અને રવાંડા, પાકિસ્તાન અને ભારત, ઈઝરાયલ અને ઈરાન, મિસ્ર અને ઇથિયોપિયા, આર્મેનિયા અને અઝરબૈઝાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને અટકાવ્યા. કાશ આ કામ સંયુક્ત રાષ્ટ્રએ કર્યું હોત તો, પણ મારે કરવું પડ્યું છે.’

આ પણ વાંચો : ‘અમે રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ નહીં કરીએ, જે કરવું હોય તે કરી લો', ટ્રમ્પને નાનકડા દેશનો રોકડો જવાબ

ખાલી શબ્દોથી યુદ્ધ અટકતું નથી : ટ્રમ્પના UN પર પ્રહાર

તેમણે બાયોલોજિકલ હથિયાર સંમેલનને લાગુ કરવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસોનું નેતૃત્વ કરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે અને આવા હથિયારો પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી. સંયુક્ત રાષ્ટ્ર પર પ્રશ્નો ઉઠાવતા ટ્રમ્પે કહ્યું કે, ‘આ સંગઠન પોતાની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરતું નથી. મોટાભાગના મામલાઓમાં તેઓ માત્ર સખત શબ્દોવાળા પત્ર લખે છે અને તેનું પાલન કરતા નથી. ખાલી શબ્દોથી યુદ્ધ અટકતું નથી.’

ટ્રમ્પના ભાષણ દરમિયાન ટેલીપ્રોમ્પ્ટર બંધ

ભાષણ દરમિયાન ટેલીપ્રોમ્પ્ટર અચાનક બંધ થઈ ગયું, પરંતુ ટ્રમ્પે કહ્યું કે, મને વગર ટેલીપ્રોમ્પ્ટરે ભાષણ આપવામાં કોઈ વાંધો નથી કરાણ કે આ કામ નથી કરી રહ્યું. જે પણ તેને ઓપરેટ કરી રહ્યું છે, તેને મોટી મુશ્કેલી થવાની છે.' ટ્રમ્પે અમેરિકાની તાકાત અને ઉપલબ્ધીઓ વિશે વાત કરતા કહ્યું કે, અમેરિકા પાસે સૌથી મજબૂત અર્થવ્યવસ્થા, બોર્ડરો, સૈન્ય શક્તિ, મિત્રતાઓ અને રાષ્ટ્રીય ભાવના છે. તેમણે તેને 'અમેરિકાની ગોલ્ડન એજ' ગણાવી. UNમાં બોલતા ટ્રમ્પે 2017 થી 2021 સુધી પોતાના વ્હાઇટ હાઉસ કાર્યકાળનો ઉલ્લેખ કરતા કહ્યું કે, '6 વર્ષ વીતી ચૂક્યા છે જ્યારે મેં છેલ્લીવાર આ ભવ્ય હોલમાં ઉભા રહીને એક એવી દુનિયાને સંબોધિત કરી જે મારા પહેલા કાર્યકાળમાં સમૃદ્ધ અને શાંતિપૂર્ણ હતી.'

આ પણ વાંચો : ગર્ભાવસ્થામાં પેરાસિટામોલના ઉપયોગથી ઓટિઝમનો ખતરો હોવાનો દાવો કરવો ટ્રમ્પને ભારે પડ્યો, WHOએ આપ્યો જવાબ

Tags :