India

યુવકના આંતરડામાંથી ડૉક્ટરોએ 8 સે.મી.ની ચમચી કાઢી, 30 જ મિનિટમાં સફળ ઓપરેશન

By GS Team
18 Jun 20252 mins read
This article was originally published on 18 Jun 2025
TukuTouch Logo
ડોક્ટરોએ 30 વર્ષના યુવકના આંતરડામાં ફસાયેલી 8 સેન્ટીમીટરની ધાતુની ચમચી ફક્ત 30 મિનિટની એન્ડોસ્કોપીની પ્રક્રિયાથી કાઢીને તેનો જીવ બચાવી લીધો હતો. આ મામલો મેડિકલ ઇમરજન્સીનું શાનદાર ઉદાહરણ છે, તેમા ડોક્ટરોની ત્વરિત નિર્ણયશક્તિ અને નિપુણતાએ દર્દીને નવજીવન આપ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

યુવકના આંતરડામાંથી ડૉક્ટરોએ 8 સે.મી.ની ચમચી કાઢી, 30 જ મિનિટમાં સફળ ઓપરેશન

Medical News: ડોક્ટરોએ 30 વર્ષના યુવકના આંતરડામાં ફસાયેલી 8 સેન્ટીમીટરની ધાતુની ચમચી ફક્ત 30 મિનિટની એન્ડોસ્કોપીની પ્રક્રિયાથી કાઢીને તેનો જીવ બચાવી લીધો હતો. આ મામલો મેડિકલ ઇમરજન્સીનું શાનદાર ઉદાહરણ છે, તેમા ડોક્ટરોની ત્વરિત નિર્ણયશક્તિ અને નિપુણતાએ દર્દીને નવજીવન આપ્યું.

ઉત્તર દિલ્હીમાં એક મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં પ્રારભિક તપાસ પછી દર્દીને ફોર્ટિસ શાલીમાર બાગ ઇમરજન્સી વિભાગમાં રીફર કરવામાં આવ્યો. દર્દીના પેટમાં ભારે દુ:ખાવો થતો હતો અને ખાવાનું ન પચવાની ફરિયાદ હતી. 

હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ તરત જ એક્સ-રે અને ડાયગ્નોસ્ટિક ઇમેજિંગ કરી. તેમા ખબર પડી કે દર્દીના પેટમાં નાના આંતરડાના ઉપરના હિસ્સામાં 8 સેન્ટિમીટરની ધાતુની ચમચી ફસાઈ હતી. 

ફોર્ટિસ હોસ્પિટલમાં ગેસ્ટ્રોલોજીના એચઓડી તેમજ સીનિયર ડાયરેક્ટર ડો. રમેશ ગર્ગે જણાવ્યું હતું કે આ એક અસામાન્ય અને પડકારજનક કેસ હતો. ચમચી જેવી ધાતુવાળી વસ્તુ આંતરડામાં ફસાય તે ખતરનાક છે. તે આંતરડાને નુકસાન પહોંચાડી શકે છે અથવા ગંભીર ઇન્ફેકશનનું કારણ બની શકે છે. સમયસર યોગ્ય નિદાન અને ત્વરિત પગલાંએ દર્દીનો જીવ બચાવ્યો. 

આ પ્રક્રિયામાં એક પાતળી, લચીલી ટયુબ (એન્ડોસ્કોપ) નો ઉપયોગ કરવામાં આવ્યો. તેમા કેમેરા અને લાઇટ લગાવાયા હતા. સર્જિકલ ટીમે ફોરસેપની મદદથી સાવધાનીપૂર્વક આંતરડામાંથી ચમચી કાઢી હતી. આ દરમિયાન દર્દીના કોઈપણ આંતરિક હિસ્સાને નુકસાન થયું ન હતું. ફક્ત 30 જ મિનિટમાં આ ઓપરેશન પૂરુ કરી દેવાયું. આ પ્રક્રિયા પછી દર્દીને 24 કલાક નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો. તેની સ્થિતિ સ્થિર છે. તેના પછીના દિવસે તેને ડિસ્ચાર્જ કરી દેવાયો.