યુપીની પ્રાઈવેટ હોસ્પિટલમાં નાઈટ ડ્યૂટી કરતી નર્સ સાથે ડૉક્ટરનું દુષ્કર્મ, લોકોમાં ભયાનક આક્રોશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Doctor Raped Nurse: કોલકાતામાં લેડી ડોક્ટર સાથે કરાયેલા દુષ્કર્મ અને હત્યાની ઘટનાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ઘટનાની વિરુદ્ધમાં દેશના વિવિધ સ્થળોએ દેખાવો થઈ રહ્યા છે. ત્યારે આ સ્થિતિમાં ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ફરી એક આવી ઘટના બની છે. મુરાદાબાદની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં નાઈટ ડ્યુટી પર તહેનાત દલિત નર્સ સાથે ડોક્ટરોએ દુષ્કર્મ આચર્યું હતું.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ ઘટના રવિવારે મધરાતે બની હતી. પીડિતા શનિવારે સાંજે 7 વાગ્યે તેની ફરજ માટે હોસ્પિટલ ગઈ હતી. તે છેલ્લા સાત મહિનાથી આ હોસ્પિટલમાં કામ કરતી હતી. મોડી રાત્રે એક નર્સ મેહનાઝે તેને ડો. શાહનવાઝના રૂમમાં મળવા કહ્યું હતું. જ્યારે તેણીએ આવું કરવાની ના પાડી ત્યારે મેહનાઝ અને વોર્ડ બોય જુનૈદ તેને બળજબરીથી હોસ્પિટલના ઉપરના માળ પર એક રૂમમાં લઈ ગયા હતા અને તેને બહારથી તેમણે તાળું મારી દીધું. પાછળથી ડૉ. શાહનવાઝ રૂમમાં ઘૂસી ગયો અને તેને પીડિતાને બંધક બનાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ડોકટરે પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને જાતિવાદી અપશબ્દો પણ કહ્યા હતા. આ ઘટનાથી ઉત્તર પ્રદેશમાં અને પછી દેશભરમાં લોકોમાં સખત આક્રોશ ફાટી નીકળ્યો છે




