'રાક્ષસની જેમ ઘુસ્યો હતો, પણ પોલીસની ગોળી વાગી...', દિશા પટણીના ઘર પર ફાયરિંગ મામલે બોલ્યા CM યોગી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Disha Patani House Firing: દિશા પટણીના બરેલીમાં આવેલા ઘર પર ગત 11 સપ્ટેમ્બરના રોજ ગોળીબારની ઘટનામાં બે આરોપીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે અને બાકીના ત્રણની ધરપકડ કરવામાં આવી છે. 19 સપ્ટેમ્બરના રોજ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ દ્વારા બે આરોપીઓને નકુલ અને વિજયની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પાંચમા આરોપી રામનિવાસને પણ પોલીસ એન્કાઉન્ટરમાં પકડી પાડ્યો આવ્યો હતો. ત્યાર બાદ 20 સપ્ટેમ્બરના રોજ લખનૌમાં એક કાર્યક્રમ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અંગે વાત કરી હતી.
આ પણ વાંચો: મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોનું સમાધાન લાવો: H1B વિઝામાં ફી વધારા પર ભારતની પ્રતિક્રિયા
યોગી આદિત્યનાથે દિશા પટણીના ઘરે ગોળીબારના સંદર્ભમાં ધરપકડ કરાયેલા એક શૂટરની તુલના 'મારીચ' રાક્ષસ સાથે કરી હતી. તેમણે કહ્યું કે, 'ગઈકાલે તમે જોયું કે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં સામેલ એક ગુનેગાર રાજ્યની બહારથી આવ્યો હતો. તે કદાચ મારીચ (વેશમાં કુશળ રાક્ષસ) ની જેમ ઘૂસ્યો હતો. પરંતુ જ્યારે ઉત્તર પ્રદેશ પોલીસે તેને ગોળી મારી ત્યારે તે બૂમો પાડીને કહી રહ્યો હતો કે, ભૂલથી ઉત્તર પ્રદેશમાં ઘૂસી ગયો છે, હવે ફરી ક્યારેય આવવાની હિંમત નહીં કરુ.
સીએમ યોગીએ વધુમાં કહ્યું, 'મહિલાઓની સુરક્ષાને નુકસાન પહોંચાડનાર, તેમના ગૌરવ અને આત્મનિર્ભરતાને અવરોધવાનો પ્રયાસ કરનાર દરેક ગુનેગારે આ (રાજ્ય છોડીને) દેવુ પડશે.'
'સાહેબ, હું ક્યારેય બાબાના યુપીમાં નહીં આવું'
બરેલી પોલીસના જણાવ્યા પ્રમાણે, ફિલ્મ અભિનેત્રી દિશા પટણીના બરેલીમાં ઘરે ગોળીબાર કરનારા પાંચ શૂટરોમાંથી એક રામનિવાસને શુક્રવારે એન્કાઉન્ટર બાદ તેના સાથી અનિલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. વરિષ્ઠ પોલીસ અધિક્ષક અનુરાગ આર્યએ જણાવ્યું હતું કે, 'એન્કાઉન્ટર બરેલીમાં થયું હતું, જેમાં આરોપી રામનિવાસને પગમાં ગોળી વાગી હતી. ઘટનાના વાયરલ વીડિયોમાં રામનિવાસ હાથ જોડીને જમીન પર પડેલો જોવા મળે છે અને કહે છે, 'સાહેબ, હું ક્યારેય બાબાના યુપીમાં નહીં આવું.'
આરોપી પાસેથી પોલીસે 32 બોરની પિસ્તોલ, ચાર કારતૂસ જપ્ત કરી
પોલીસે આરોપી પાસેથી 32 બોરની પિસ્તોલ, ચાર કારતૂસ અને ચાર ખાલી ગોળા જપ્ત કરી છે. આર્યએ જણાવ્યું હતું કે, પૂછપરછ દરમિયાન રામનિવાસે ગોળીબારમાં પોતાની સંડોવણી સ્વીકારી હતી અને એમ પણ કહ્યું હતું કે, તે ઘટના પછીથી ફરાર હતો.








