Get The App

1500 કરોડના મની લોન્ડરિંગના આરોપમાં હરિયાણા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની EDએ કરી ધરપકડ

Updated: May 5th, 2025

GS TEAM


Google News
Google News
1500 કરોડના મની લોન્ડરિંગના આરોપમાં હરિયાણા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની EDએ કરી ધરપકડ 1 - image


Congress Former MLA Arrested For Money Laundering Case: હરિયાણા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધરમસિંહ છોકરની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે દિલ્હીથી છોકરની ધરપકડ કરી હતી. પૂર્વ ધારાસભ્ય અને તેમની કંપની પર દિનદયાલ આવાસ યોજના હેઠળ આશરે રૂ. 1500 કરોડનો મની લોન્ડરિંગનો આરોપ છે. ધરમસિંહ હરિયાણાના સમાલખા વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસ ધારાસભ્ય રહી ચૂક્યા છે. 

ધરમસિંહ પર જમીન કૌભાંડના પણ આરોપો મૂકાયા હતા. ઈડીએ તેમના ઘર અને ઓફિસોમાં દરોડા પણ પાડ્યા હતા. જેમાંથી મોટાપ્રમાણમાં દસ્તાવેજ અને સંદિગ્ધ લેવડદેવડના પુરાવા મળ્યા હતાં. ધરપકડ બાદ ધરમસિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યાં ઈડી રિમાન્ડની માગ કરશે. જેથી પૂછપરછ મારફત સમગ્ર નેટવર્ક અને અન્ય સહયોગીઓ વિશે માહિતી એકત્ર કરી શકાય.

આ પણ વાંચોઃ 2 રૂપિયાના ભ્રષ્ટાચારના કેસમાં 20 વર્ષે સુપ્રીમ કોર્ટનો ચુકાદો, પુરાવાના અભાવે સ્ટેમ્પ વેન્ડર નિર્દોષ મુક્ત

ધરમસિંહ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના અંગત વ્યક્તિઓ પૈકી એક છે. તેમની કંપની સાંઈ આઈના ફર્મ્સ પર ગુરૂગ્રામમાં ઘરના બદલામાં કરોડો રૂપિયાની ઊચાપાત કરી હોવાનો આરોપ છે. બાદમાં લોકોને ન ઘર આપ્યું અને પૈસા પરત કર્યાં.

ધરમસિંહના પુત્ર સિકંદર છોકર પર પણ 400 કરોડના કૌભાંડનો પણ આરોપ છે. ઈડીએ તેમની વિરૂદ્ધ કેસ નોંધી તપાસ હાથ ધરી છે. ધરમસિંહ છોકર અને તેમના પુત્ર સિકંદરસિંહ પર પણ રૂ. 1500થી  વધુ ઘરની સ્કીમ પર છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. ઈડીએ બંને વિરૂદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.

1500 કરોડના મની લોન્ડરિંગના આરોપમાં હરિયાણા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની EDએ કરી ધરપકડ 2 - image

Tags :