For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેશની પશ્ચિમ સરહદે વાયુસેનાના 150 જેટલા ફાઈટર પ્લેન્સનો જમાવડો

Updated: Feb 16th, 2019

Article Content Imageનવી દિલ્હી,તા.16.ફેબ્રુઆરી 2019, શનિવાર

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના કારણે દેશભરમાં આક્રોશ વચ્ચે ભારતની પશ્ચિમ સરહદે વાયુસેનાના 150 જેટલા ફાઈટર પ્લેન્સનો જમાવડો જોવા મળી રહ્યો છે.

આ વિમાનોમાં જેગુઆરથી લઈને મિરાજ 2000, સુખોઈ-30  અને મીગ 29નો પણ સમાવેશ થાય છે. રાજસ્થાનના પોખરણમાં આજથી  શરુ થયેલી વાયુસેનાની વાયુ શક્તિ એક્સરસાઈઝ માટે આ પ્લેન તૈનાત કરાયા છે.પ્લેન્સની સાથે સાથે લડાકુ હેલિકોપ્ટર્સ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ તેમાં સામેલ થનારા છે.

જેમાં વાયુસેના પોતાની તાકત દેખાડશે.દર વર્ષે વાયુસેના પોતાની તૈયારીઓનુ પ્રદર્શન દેશ સમક્ષ કરવા માટે આ એક્સરસાઈઝનુ આયોજન કરે છે.આ વખતે યોગાનુયોગ આતંકવાદી હુમલાના કારણે દેશભરમાં ફાટી નિકળેલા રોષ વચ્ચે આ કવાયત યોજાઈ રહી છે.

Gujarat