દિલ્હી બ્લાસ્ટ કેસનાં મુખ્ય આરોપીની બહેનની ધરપકડ, બંને ડૉક્ટર, બાંગ્લાદેશ કનેક્શનનો પણ ખુલાસો

Delhi Red Fort Blast Case : દિલ્હીના લાલ કિલ્લા પાસે 10 નવેમ્બરના રોજ ભયાનક કાર વિસ્ફોટ થયા બાદ દેશભરમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે જમ્મુ-કાશ્મીર પોલીસે બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી ડૉ.મુજમ્મિલ શકીલ ગનીની બહેન ડૉ. અસમત શકીલની ધરપકડ કરી છે. 30 વર્ષિય અસમત શકીલે જાન્યુઆરી-2025માં બાંગ્લાદેશમાં MBBSનો અભ્યાસ પૂરો કર્યો હતો. તેમના પિતાનું નામ શકીલ અહ ગનઈ છે, જે પુલવામાનો રહેવાસી છે. ડૉ.મુજમ્મિલની પહેલા જ ધરપકડ કરી લેવામાં આવી છે, તે જૈશ-એ-મોહમ્મદ અને એજીયુએચ નામના આતંકવાદી સંગઠનોના મોડ્યુલ સાથે સંબંધ ધરાવતો હતો.
26 જાન્યુઆરીએ હુમલાનું ષડયંત્ર હતું ?
પોલીસે દિલ્હી કાર બ્લાસ્ટની તપાસ હેઠળ ડૉ.મુજમ્મિલ શકીલ ગનીના મોબાઈલ ફોનના ડેટાની તપાસ કરી હતી. ડેટામાં ખુલાસો થયો છે કે, મુજમ્મિલે જાન્યુઆરીમાં લાલ કિલ્લા વિસ્તારની અનેક વખત રેકી કરી હતી. પોલીસને આશંકા છે કે, તેણે 26 જાન્યુઆરીએ લાલ કિલ્લાને ટાર્ગેટ કરવાનું ષડયંત્ર રચ્યું હતું, જોકે તે વખતે લાલ કિલ્લા પાસે ભારે પેટ્રોલિંગ હોવાના કારણે તેનું કાવત્રું નિષ્ફળ ગયું હતું.
આ પણ વાંચો : દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક મોટી અપડેટ, હવે લાલ રંગની કારની શોધખોળ
અને રાજ્યોમાં ફેલાયેલા આતંકી મોડ્યૂલનો ભાંડાફોડ
જૈશ-એ-મોહમ્મદ અને અંસાર ગજવત-ઉલ-હિંદ સાથે જોડાયેલ આતંકી મોડ્યૂલનો પર્દાફાશ થયા પહેલા અને ત્રણ ડૉક્ટરો સહિત આઠ લોકોની ધરપકડ કર્યાના થોડા કલાકો પહેલા દિલ્હીમાં ચાલતી કારમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં 12 લોકોના મોત અને અનેક લોકોને ઈજા થઈ છે. પોલીસે જમ્મુ-કાશ્મીર, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ફેલાયેલા આતંકી મોડ્યૂલનો પર્દાફાશ કરીને લગભગ 2500 કિલોગ્રામ એમોનિયમ નાઈટ્રેટ, પોટેશિયમ ક્લોરેટ અને સલ્ફર જપ્ત કર્યું છે.
મુજમ્મિલે અનેક વખત લાલ કિલ્લા વિસ્તારમાં રેકી કરી
ડો.મુજમ્મિલ સાથી ડૉ.ઉમર નબી સાથે અનેક વખત લાલ કિલ્લા પાસે ગયો હતો. બંને લાલ કિલ્લા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા જોવા અને ભીડવાળા વિસ્તારોની ઓળખ કરવા માટે ગયા હતા. પોલીસે ટાવર લોકેશન અને આસપાસના વિસ્તારોમાંથી CCTV ફુટેજ એકઠા કર્યા હતા, જેમાં બંનેના કાવતરાનો ખુલાસો થયો છે. લાલ કિલ્લા પાસે જે કારમાં વિસ્ફોટ થયો હતો, તે કાર ડૉ. ઉમર નબી ચલાવી રહ્યો હતો. ઉમર નબી અલ-ફલાહ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતો.

