'દિલ્હી પોલીસ 24 કલાકમાં નિર્ણય લે...', CJP નેતાઓનું અલ્ટીમેટમ, પોલીસ સ્ટેશને પહોંચ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CJP and Delhi police News : મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) સામે આક્રમક રીતે દેખાવો કરતી કોકરોચ જનતા પાર્ટીએ નવો પ્લાન ઘડી કાઢ્યો છે. સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકા આજે દિલ્હીમાં સંસદ માર્ગ પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને તેમણે દેખાવો કરવાની તારીખ માગી હતી.
આશુતોષ રાંકાએ કહ્યું કે અમે દિલ્હી પોલીસથી જાણવા માગીએ છીએ કે અમે ક્યારે દેખાવો કરી શકીએ છીએ અને એટલા માટે જ અમે અહીં આવ્યા છીએ. 24 કલાકમાં દિલ્હી પોલીસ અમને જણાવી દે નહીંતર આગળ શું કરવું તે અંગે અમે નિર્ણય કરીશું. અમે શાંતિપૂર્વક જ દેખાવો કરવા માગીએ છીએ. આ સૌનો અધિકાર જ છે. અમે અમારી તરફથી પોલીસને વિકલ્પ આપી દીધા છે.
ઉલ્લેખનીય છે કે 10 ઓક્ટોબરે સીજેપીએ જંતર મંતર ખાતે દેખાવો કરવાની જાહેરાત કરી હતી પરંતુ પોલીસે તેના માટે પરમિશન નહોતી. ત્યારબાદ સીજેપીના ચર્ચિત નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકોની અટકાયત કરી લેવામાં આવી હતી. અને પછી કોર્ટમાં હાજર કરીને એક વર્ષ સુધી કોઈ પણ પ્રકારની શાંતિ ભંગ ન કરવાની શરતે તેમને છોડી મૂકાયા હતા.




