પ્રતિબંધ છતાં જંતર-મંતરમાં ઘૂસ્યા CJP નેતાઓ: તિરંગો લહેરાવ્યો, પોલીસે ફરી કરી અટકાયત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi Jantar Mantar Protest CJP Leaders Saurav Das Ashutosh Ranka Detained Again | મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે મોરચો માંડીને બેઠેલી કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ આજે સવારે દિલ્હીના પ્રતિબંધિત જંતર-મંતર વિસ્તારમાં અચાનક પહોંચી જતાં રાજધાનીમાં ફરી રાજકીય ગરમાવો આવી ગયો છે. કેન્દ્ર સરકારે જંતર-મંતરને વિરોધ પ્રદર્શન સ્થળોની સત્તાવાર યાદીમાંથી હટાવી દીધું હોવા છતાં, CJP નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકા સુરક્ષા વ્યવસ્થાને ચકમો આપીને અંદર પ્રવેશી ગયા હતા. સૂત્રોચ્ચાર શરૂ થતાં જ દિલ્હી પોલીસે તાત્કાલિક બંને નેતાઓની ફરી એકવાર અટકાયત કરી લીધી છે.
સવારે 9 વાગ્યે છાનામાના અંદર ઘૂસ્યા, સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો
આજે સવારે આશરે 9 વાગ્યાની આસપાસ CJPના વરિષ્ઠ નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકા પોતાના કેટલાક સમર્થકો સાથે જંતર-મંતર પરિસરમાં દાખલ થયા હતા. અટકાયત થાય તે પહેલાં આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો ક્લિપ શેર કરી હતી. આ વીડિયોમાં તેઓ રાષ્ટ્રધ્વજ અને પાર્ટીના ઝંડા સાથે "જ્ઞાનેશ કુમાર રાજીનામું આપો"ના નારા લગાવતા જોવા મળ્યા હતા. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે નારેબાજી ચાલી રહી હતી તે દરમિયાન જ તૈનાત દિલ્હી પોલીસે દોડી આવીને તેમની અટકાયત કરી લીધી હતી.
જંતર-મંતરને પ્રદર્શન સ્થળની યાદીમાંથી હટાવાતાં ભારે નારાજગી
CJPના નેતાઓ એવા સમયે જંતર-મંતર પહોંચ્યા છે જ્યારે સરકારે આ ઐતિહાસિક સ્થળને ધરણાં-પ્રદર્શન માટેની અધિકૃત યાદીમાંથી રદ કરી દીધું છે. CJPએ સરકારના આ નિર્ણય સામે આકરો વિરોધ નોંધાવ્યો છે અને તેને લોકશાહી અવાજ દબાવવાનો પ્રયાસ ગણાવ્યો છે.
10 ઓક્ટોબરે એરપોર્ટ પરથી અટકાયત થઈ હતી
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં CJPએ અગાઉ 10 ઓક્ટોબરના રોજ મોટા આંદોલનની જાહેરાત કરી હતી. તે વખતે દિલ્હી પોલીસે CJPના સંયોજક અભિજિત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકા વિમાનમાંથી નીચે ઉતરે તે પહેલા જ દિલ્હી એરપોર્ટ પરથી અટકાયતમાં લીધા હતા. તે દિવસે દિલ્હીભરમાંથી હજારો સમર્થકો અને પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી, જેમને બાદમાં મુક્ત કરી દેવાયા હતા. આજે ફરી એકવાર નેતાઓએ જંતર-મંતર પહોંચીને પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો.




