For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઉત્પીડન મામલે દિલ્હી હાઇકોર્ટે આરોપીને આપ્યો વૃક્ષો રોપવાનો આદેશ

Updated: Feb 18th, 2019

Article Content Image

નવી દિલ્હી, તા. 18 ફેબ્રુઆરી 2019, સોમવાર

દિલ્હી હાઇકોર્ટે ઉત્પીડન મામલાના એક આરોપીને જામીન આપત અહીંની એક સરકારી શાળામાં 50 વૃક્ષો રોપવાનો આદેશ કર્યો છે. જસ્ટીસ સુનીલ ગૌડે કહ્યું કે, શાળાના આચાર્યએ આ વૃક્ષારોપણનું કામ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે અે તપાસ અધિકારીએ કોર્ટમાં અનુપાલન સંબંધી રિપોર્ટ જમા કરાવવો પડશે.

આરોપીએ IPC હેઠળ નોંધાયેલ ઉત્પીડન, ખોટી રીતે માર્ગ રોકવો અને મજાકના ગુનાહિત મામલે અગ્રીમ જામીન માટે હાઇકોર્ટમાં ગયા હતા. આ મામલે સહઆરોપીને નીચલી કોર્ટમાંથી જામીન મળી ચૂક્યા હતા અને તેને આધાર બનાવી પોતાના માટે અગ્રીમ જામીન માંગ્યા.

આ મામલે ગત વર્ષે કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય હતી. કોર્ટે આ શખસને પૂર્વીય દિલ્હીના ચંદ્રનગરની એક સરકારી શાળા પાસે બે સપ્તાહમાં પોતે લીમડાના 25 અને પીપળાના 25 વૃક્ષો લગાવવાની રજૂઆત પોતના વકિલ દ્વારા કોર્ટમાં રાખી.
Gujarat