Get The App

દિલ્હીમાં પ્રદૂષણ નાથવા નવા નિયમો જાહેર, PUC વગરના વાહનોને 18 ડિસેમ્બરથી નહીં મળે પેટ્રોલ

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીમાં પ્રદૂષણ નાથવા નવા નિયમો જાહેર, PUC વગરના વાહનોને 18 ડિસેમ્બરથી નહીં મળે પેટ્રોલ 1 - image


Delhi Curbs Capital Pollution : દિલ્હીમાં દિવસેને દિવસે વધી રહેલા પ્રદૂષણને નાથવા માટે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કડક નિયમો જાહેર કર્યા છે. પર્યાવરણ સંરક્ષણ મંત્રી મનજિન્દર સિંહ સિરસાએ કહ્યું છે કે, 18 ડિસેમ્બરથી માન્ય પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (PUCC) ન ધરાવતા વાહનોને પેટ્રોલ પંપ પર ઇંધણ મળશે નહીં. આ નિયમનું ઉલ્લંઘન કરનાર વાહન માલિકો અને પેટ્રોલ પંપ સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

બાંધકામમાં ઉપયોગ થવી સામગ્રીને લઈને પણ નવો નિયમ

આ ઉપરાંત, દિલ્હીમાં ધૂળ ઉડતી અટકાવવા માટે ઈંટ, રેતી, સિમેન્ટ સહિતની નિર્માણ સામગ્રીના પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અન્ય રાજ્યોમાં રજિસ્ટર થયેલા અને BS-VI ઉત્સર્જન ધોરણોથી નીચેના ખાનગી વાહનોને પણ દિલ્હીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

નવા ત્રણ નિયમો

1... 18 ડિસેમ્બરથી PUCC ન ધરાવતા વાહનોને પેટ્રોલ પંપ પર ઇંધણ મળશે નહીં.

2... ધૂળ ઉડતી અટકાવવા માટે ઈંટ, રેતી, સિમેન્ટ સહિતની નિર્માણ સામગ્રીના પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ

3... અન્ય રાજ્યોના BS-VI ઉત્સર્જન ધોરણોથી નીચેના ખાનગી વાહનોને દિલ્હીમાં નો એન્ટ્રી

પ્રદૂષણની બીમારી વારસામાં મળી : પર્યાવરણ સંરક્ષણ મંત્રી

મંત્રી સિરસાએ અગાઉની આમ આદમી પાર્ટીની સરકાર અને કેજરીવાલ પર નિશાન સાધતાં કહ્યું કે, ‘અમારી સરકારને પ્રદૂષણની બીમારી વારસામાં મળી છે. જે લોકોએ દિલ્હીમાં પ્રદૂષણ ફેલાવ્યું છે, તેઓ આજે વિરોધ કરી રહ્યા છે. અમારી સરકારે પ્રદૂષણ નાથવા માટે અનેક પ્રયાસો કર્યા છે, જેમાં 8000 જેટલા ઉદ્યોગોને કડક નિયમોમાં લવાયા છે તેમજ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને 9 કરોડનો દંડ ફટકારીને પગલાં લેવાયા છે. 

આ પણ વાંચો : ગોવા અગ્નિકાંડ: 25ના મોત બાદ થાઇલૅન્ડ ભાગેલા લુથરા બંધુની 10 દિવસે ધરપકડ

નવા નિયમો 18 ડિસેમ્બરથી થશે લાગુ

સરકારે શહેરમાં 62 પ્રદૂષણ હોટસ્પોટ ઓળખ્યા છે અને 3427 ઈલેક્ટ્રિક બસોને DTC કાફલામાં સામેલ કરી છે.’ તેમણે નાગરિકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અને બિનજરૂરી વાહન ટાળવા વિનંતી કરી છે. આ કડક પગલાં 18 ડિસેમ્બરથી લાગુ થઈ રહ્યા છે, અને સરકારે નાગરિકોને નિયમોનું પાલન કરીને હવાને સ્વચ્છ બનાવવામાં સહયોગ કરવા અપીલ કરી છે.

પ્રદૂષણ પર સંપૂર્ણ કાબુ મેળવવો અસંભવ : મંત્રી સિરસા

સિરસાએ સ્વિકાર્યું છે કે, ‘દિલ્હીમાં ઓછા સમયમાં પ્રદૂષણ પર સંપૂર્ણ કાબુ મેળવવો સંભવ નથી. હું દિલ્હીના લોકોની માફી માંગું છું. સાતથી આઠ મહિનામાં પ્રદૂષણને સંપૂર્ણ ખતમ કરવું સંભવ નથી.’ આ સાથે તેમણે કહ્યું કે, નવા નિયમોનો કડકાઈથી અમલ કરવા માટે દિલ્હીની બોર્ડરો પર કામ કરી રહેલી એજન્સીઓને આદેશ આપી દેવાયો છે. નિયમો તોડનારાઓને ભારે દંડ ફટકારવાનો અને કાયદાકીય કાર્યવાહી કરવાના પણ નિર્દેશ અપાયા છે.

આ પણ વાંચો : IPL-2026 Auction : કેમરન ગ્રીન IPL ઈતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી, જુઓ TOP-10 યાદી