For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'ઈડી કાયદાથી ઉપર નથી, સામાન્ય નાગરિકો સામે કડક કાર્યવાહી ન કરી શકે...' કોર્ટે કેમ આવું કહ્યું?

મની લોન્ડરિંગ કેસમાં લાલુના નજીકના ઉદ્યોગપતિ અમિત કત્યાલની સારવાર કરી રહેલા અંગત ડોક્ટરોના નિવેદન નોંધવાથી કોર્ટ નારાજ

દિલ્હીની વિશેષ કોર્ટે ઇડીની ઝાટકણી કાઢી

Updated: May 2nd, 2024


 

'ઈડી કાયદાથી ઉપર નથી, સામાન્ય નાગરિકો સામે કડક કાર્યવાહી ન કરી શકે...' કોર્ટે કેમ આવું કહ્યું?

Court news on ED | નોકરીના બદલામાં જમીન સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસના આરોપી અને પૂર્વ રેલવે પ્રધાન લાલુ યાદવના નજીકના ઉદ્યોગપતિ અમિત કત્યાલની સારવાર કરી રહેલા અંગત ડોક્ટરોના નિવેદન નોંધવા માટે કડક પીએમએલએ-2002નો ઉપયોગ કરવા માટે રાઉઝ એવન્યુ કોર્ટની વિશેષ ન્યાયલયે ઇડીની ટીકા કરી છે.

ઇડીની પ્રક્રિયા પર પ્રશ્ર ઉઠાવતા કોર્ટે જણાવ્યું છે કે ઇડી કાયદાથી બંધાયેલ છે અને સામાન્ય નાગરિકોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી ન શકે. વિશેષ ન્યાયમૂર્તિ (પીસી એક્ટ) વિશાલ ગોગને જણાવ્યું છે કે મજબૂત નેતા, કાયદા અને એજન્સીઓ સામાન્ય રીતે તે જ નાગરિકોને હેરાન કરે છે જેની રક્ષા કરવાનું તે વચન લે છે.

જો કે કોર્ટે કત્યાલના વચગાળાના જામીન વધારવાનો ઇનકાર કર્યો હતો. કત્યાલને પાંચ ફેબુ્રઆરીએ મેડિકલ આધારે વચગાળાના જામીન મળ્યા હતાં.

કોર્ટે નોંધ્યું હતું કે કત્યાલ સાજા થવાની તૈયારીમાં છે અને જેલ પરિસરમાં નિર્ધારિત જીવન શૈલીનું પાલન કરી શકે છે. વિશેષ ન્યાયમૂર્તિ (પીસી એક્ટ) વિશાલ ગોગને જણાવ્યું હતું કે ભારત જેવા લોકતંત્રમાં નાગરિકોની પાસે અધિકાર અને રાજ્યની પાસે કેટલાક કર્તવ્ય છે અને આ મૌલિક સંબધને એક સત્તાવાદી તર્કને અમલમાં મૂકવાી માટે બદલી શકાય નહીં.

કોર્ટે જણાવ્યું હતું કે કાયદા અને કોર્ટની પ્રત્યે જવાબદાર એજન્સીના સ્વરૃપમાં ઇડી પોતાના અધિકાર પોતાની પાસે રાખી શકે નહીં. કોર્ટે આ ટિપ્પણી કત્યાલની તરફથી રજૂ કરવામાં આવેલા તર્કનો સ્વીકાર કરીને કરી હતી.

કત્યાલની તરફથી હાજર રહેલા વકીલ વિકાસ પાહવાએ પીએમએલએની કલમ-50 હેઠળ હોસ્પિટલના ખાનગી ડોક્ટરોના નિવેદન લેવા સામે વિરોધ નોંધાવ્યો હતો.

 

 

Gujarat