દિલ્હી બ્લાસ્ટ મામલે તૂર્કિયે કનેક્શન! ઉમર અને મુજમ્મિલે લીધી હતી મુલાકાત, ટેલિગ્રામ પર જોડાયા હતા

Turkey's Connection In Delhi Blast Case: લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ કેસની તપાસમાં હવે સંભવિત તૂર્કિયે કનેક્શન સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધરપકડ કરાયેલા ડોક્ટર મોડ્યુલના બે સભ્યો ડૉ. ઉમર અને ડૉ. મુજમ્મિલના પાસપોર્ટથી એ ખુલાસો થયો છે કે, બંને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાયા બાદ તરત જ તૂર્કિયેના પ્રવાસે ગયા હતા. એજન્સીઓને શંકા છે કે આ પ્રવાસ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નેટવર્ક સાથે સબંધિત હોય શકે છે.
દિલ્હી બ્લાસ્ટ મામલે તૂર્કિયેનું કનેક્શન!
સૂત્રોએ જણાવ્યું કે, તૂર્કિયેથી પરત ફર્યા પછી બંને ડોક્ટરોએ દેશના અલગ-અલગ ભાગોમાં એક્ટિવ થવાની યોજના બનાવી હતી. જૈશ હેન્ડલરે મોડ્યુલના સભ્યોને દેશભરમાં ફેલાવવાનો નિર્દેશ આપ્યો હતો જેથી કોઈ એક જ સ્થાન પર ફોકસ ન બને. આ નિર્દેશ બાદ તેઓએ ફરીદાબાદ, સહારનપુર અને અન્ય સ્થળોને પસંદ કર્યા.
તપાસ એજન્સીઓને શંકા છે કે, બંનેને તૂર્કિયે પ્રવાસ દરમિયાન જ ઓપરેશન સાથે સંબંધિત નિર્દેશ મળ્યા હતા. આ પણ એક તપાસનો હિસ્સો છે શું તેઓ ત્યાં કોઈ વિદેશી સંપર્ક સાથે મુલાકાત કરી હતી અથવા તો કોઈ તાલીમ શિબિરમાં ભાગ લીધો હતો.
તપાસ હવે એક મહત્વપૂર્ણ મોડ પર
સૂત્રોના જણાવ્યા પ્રમાણે તપાસ હવે એક મહત્વપૂર્ણ મોડ પર છે અને એજન્સીઓ જૈશ હેન્ડલરને ઓળખવાની ખૂબ નજીક પહોંચી ચૂકી છે. કેસ સાથે સંબંધિત ડિજિટલ કમ્યુનિકેશનની ઝીણવટ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: દિલ્હી કાર બ્લાસ્ટ મામલે 8 મૃતકની ઓળખ થઈ, ક્ષતવિક્ષત મૃતદેહ આતંકીનો હોવાની આશંકા!
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અને કેન્દ્રીય એજન્સીઓ લાલ કિલ્લા વિસ્તારમાંથી મોબાઈલ ટાવર ડેટા ડંપનું વિશ્લેષણ કરી રહી છે. આ ડેટા 3:00 થી 6:30 વાગ્યા સુધીના છે, તે સમય જ્યારે ડૉ. ઉમર કથિત રીતે તેની I-20 કારથી બહાર નીકળ્યો હતો. તેનો ઉદ્દેશ્ય એ જાણવાનો છે કે તેણે કોનો સંપર્ક કર્યો અને તે સમય દરમિયાન કયા કોલ્સ અને ચેટ્સ એક્ટિવ હતા.
આ પણ વાંચો: દિલ્હીમાં બ્લાસ્ટનો પહેલો સ્પષ્ટ VIDEO સામે આવ્યો, ટ્રાફિક વચ્ચે કાર અગનગોળામાં ફેરવાઈ
દિલ્હી બ્લાસ્ટ
સોમવારે સાંજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે ટ્રાફિક સિગ્નલ પર ધીમી ગતિએ ચાલી રહેલી એક કારમાં આ ભીષણ વિસ્ફોટ થયો હતો. આ ધમાકામાં 13 લોકોના કરૂણ મોત થયા હતા, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેની ઝપેટમાં આવેલા અનેક વાહનોને પણ નુકસાન થયું હતું. આ પહેલા પણ કેટલાક વીડિયો સામે આવ્યા હતા, જેમાં લોકો બ્લાસ્ટ પછી ગભરાટમાં આમ-તેમ ભાગતા જોવા મળ્યા હતા, પરંતુ આ પહેલો વીડિયો છે જેમાં બ્લાસ્ટની ભયાનકતા કેદ થઈ છે.

