Get The App

દિલ્હીમાં બ્લાસ્ટનો પહેલો સ્પષ્ટ VIDEO સામે આવ્યો, ટ્રાફિક વચ્ચે કાર અગનગોળામાં ફેરવાઈ

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીમાં બ્લાસ્ટનો પહેલો સ્પષ્ટ VIDEO સામે આવ્યો, ટ્રાફિક વચ્ચે કાર અગનગોળામાં ફેરવાઈ 1 - image


Delhi Blast Video : દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે થયેલા ભીષણ કાર બ્લાસ્ટનો પહેલો CCTV વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એ ભયાનક દૃશ્ય કેદ થયું છે, જ્યારે વિસ્ફોટકોથી ભરેલી કારમાં થયેલા જોરદાર ધમાકાએ 12 જેટલા લોકોની જિંદગી છીનવી લીધી હતી અને અનેક લોકોને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા.



શું દેખાય છે વીડિયોમાં? 

CCTV ફૂટેજ પર 10 નવેમ્બર, 2025ની તારીખ અને સાંજે 6 વાગીને 50 મિનિટ અને 52 સેકન્ડનો સમય દેખાઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સાંજનો અંધકાર છવાઈ ગયો છે અને ચાર રસ્તા પર ભારે ટ્રાફિક છે. બાઇક, કાર અને ઓટોની લાંબી કતારો જોવા મળી રહી છે. ટ્રાફિક સિગ્નલ લીલી થતાં જ વાહનો ધીમે-ધીમે આગળ વધી રહ્યા હોય છે, ત્યારે જ અચાનક એક આગનો વિશાળ ગોળો ભભૂકી ઉઠે છે અને ક્ષણભરમાં ચારે બાજુ અંધારું છવાઈ જાય છે.

શું હતી દુર્ઘટના? 

સોમવારે સાંજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે ટ્રાફિક સિગ્નલ પર ધીમી ગતિએ ચાલી રહેલી એક કારમાં આ ભીષણ વિસ્ફોટ થયો હતો. આ ધમાકામાં 12 લોકોના કરુણ મોત થયા હતા, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેની ઝપેટમાં આવેલા અનેક વાહનોને પણ નુકસાન થયું હતું. આ પહેલા પણ કેટલાક વીડિયો સામે આવ્યા હતા, જેમાં લોકો બ્લાસ્ટ પછી ગભરાટમાં આમ-તેમ ભાગતા જોવા મળ્યા હતા, પરંતુ આ પહેલો વીડિયો છે જેમાં બ્લાસ્ટની ભયાનકતા કેદ થઈ છે.   

Tags :