Get The App

દિલ્હી બ્લાસ્ટની ભયાનક ઘટનામાં મૃત્યુ પામેલા અને ઈજાગ્રસ્તોની યાદી જાહેર, જાણો કયા-કયા રાજ્યના

Updated: Nov 11th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હી બ્લાસ્ટની ભયાનક ઘટનામાં મૃત્યુ પામેલા અને ઈજાગ્રસ્તોની યાદી જાહેર, જાણો કયા-કયા રાજ્યના 1 - image

Image: IANS



Delhi Blast: રાજધાની દિલ્હીમાં સોમવારે (10 નવેમ્બર) સાંજે એકવાર ફરી ચકચાર મચી ગઈ છે. સાંજે 6:52 વાગ્યે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે જોરદાર ધમાકો થયો હતો, જેની ગૂંજ દૂર- દૂર સુધી સંભળાઈ હતી. ઘટના બાદ આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે અત્યાર સુધીમાં 8 લોકોના મોત અને 20 ઈજાગ્રસ્ત થયા હોવાની પુષ્ટિ કરી છે. ઈજાગ્રસ્તોને લોકનાયક જયપ્રકાશ (LNJP)માં દાખલ કરાયા છે. જેમાંથી અનેકની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. ગૃહ મંત્રી અમિત શાહે હોસ્પિટલ પહોંચીને ઈજાગ્રસ્તોની સ્થિતિ પર સત્તાવાર માહિતી મેળવી હતી. 

આ પણ વાંચોઃ Delhi Blast Updates : લાલ કિલ્લા પાસે કાર બ્લાસ્ટમાં 8ના મોત, ઘટના પહેલાના CCTV વાઇરલ

ઈજાગ્રસ્તોની યાદી

  • 1. શાયના પરવીન, મોહમ્મદ સૈફુલ્લાહની પુત્રી, ખ્વાબ બસ્તી, મિર્ફ રોડ, શકુર કી દાંડી, દિલ્હી (ઈજાગ્રસ્ત)
  • 2. હર્ષુલ પુત્ર સંજીવ સેઠી, ગદરપુર, ઉત્તરાખંડ (ઈજાગ્રસ્ત)
  • 3. શિવ જયસ્વાલ પુત્ર અજ્ઞાત, દેવરિયા, ઉત્તર પ્રદેશ (ઈજાગ્રસ્ત)
  • 4. સમીર પુત્ર અજ્ઞાત, મંડાવલી, દિલ્હી (ઈજાગ્રસ્ત)
  • 5. જોગીન્દર પુત્ર અજ્ઞાત, નંદ નગરી, દિલશાદ ગાર્ડન, દિલ્હી (ઈજાગ્રસ્ત)
  • 6. ભવાની શંકર સહરામ પુત્ર અજ્ઞાત, સંગમ વિહાર, દિલ્હી (ઈજાગ્રસ્ત)
  • 7. ગીતા પુત્રી શિવ પ્રસાદ, કૃષ્ણા વિહાર, દિલ્હી (ઈજાગ્રસ્ત)
  • 8. વિનય પાઠક પુત્ર રામકાંત પાઠક, આયા નગર, દિલ્હી (ઈજાગ્રસ્ત)
  • 9. પપ્પુ પુત્ર દૂધવી રામ, આગ્રા, ઉત્તર પ્રદેશ (ઈજાગ્રસ્ત)
  • 10. વિનોદ પુત્ર વિશાલ સિંહ, બટજીત નગર, દિલ્હી (ઈજાગ્રસ્ત)
  • 11. શિવમ ઝા પુત્ર સંતોષ ઝા, ઉસ્માનપુર, દિલ્હી (ઈજાગ્રસ્ત)
  • 12 અજ્ઞાત (અમાન) (ઈજાગ્રસ્ત)
  • 13. મોહમ્મદ શાહનવાઝ પુત્ર અહેમદ જમન, દરિયાગંજ, દિલ્હી (ઈજાગ્રસ્ત)
  • 14. અંકુશ શર્મા પુત્ર સુધીર શર્મા, ઇસ્ટ રોહતાશ નગર, શાહદરા (ઈજાગ્રસ્ત)
  • 15. મોહમ્મદ ફારુખ પુત્ર અબ્દુલ કાદિર, દરિયાગંજ, દિલ્હી (ઈજાગ્રસ્ત)
  • 16. તિલક રાજ પુત્ર કિશન ચંદ, રોહમપુર, હિમાચલ પ્રદેશ (ઈજાગ્રસ્ત)
  • 17. અજ્ઞાત (ઈજાગ્રસ્ત)
  • 18. મોહમ્મદ સફવાન પુત્ર મોહમ્મદ ગુફરાન, સીતા રામ બજાર, દિલ્હી (ઈજાગ્રસ્ત) 
  • 19. મોહમ્મદ દાઉદ પુત્ર ઝાનુદ્દીન, અશોક વિહાર, લોની, ગાઝિયાબાદ (ઈજાગ્રસ્ત)
  • 20. કિશોરી લાલ પુત્ર મોહન લાલ, યમુના બજાર, કાશ્મીરી ગેટ, દિલ્હી (ઈજાગ્રસ્ત)
  • 21. આઝાદ પુત્ર રસૂલુદ્દીન, કર્તાર ગામ, દિલ્હી (ઈજાગ્રસ્ત)

મૃતકોઃ

  1. અજ્ઞાત
  2. અશોક કુમાર પુત્ર જગબંશ સિંહ, હસનપુરસ અમરોહા (ઉત્તર પ્રદેશ) (મૃતક)
  3. અજ્ઞાત (મૃતક)
  4. અજ્ઞાત (મૃતક)
  5. અજ્ઞાત (મૃતક)
  6. અજ્ઞાત (મૃતક)
  7. અજ્ઞાત (મૃતક)
  8. અજ્ઞાત (મૃતક)

પ્રત્યક્ષદર્શીએ જણાવી ઘટના

પ્રત્યક્ષદર્શીના જણાવ્યાનુસાર, ઘમાકો એટલો જોરદાર હતો કે, પાસે ઉભેલી 5 થી 6 ગાડીઓ ભૂકો થઈ ગઈ હતી. એક ઇકો વાન પાસે અચાનક વિસ્ફોટ થયો. આસપાસની તમામ દુકાનો અને વાહનોના કાચ તૂટી ગયા.

આ પણ વાંચોઃ દિલ્હી બ્લાસ્ટ : PM મોદી, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ મૃતકો-ઈજાગ્રસ્તોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

પોલીસને શરૂઆતની તપાસમાં હાઇ ઇન્ટેસિટી બ્લાસ્ટના સંકેત મળ્યા છે. પરંતુ, હજુ સુધી વિસ્ફોટનું કારણ અને જવાબદારોને લઈને કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. 

સવારે મળી હતી 2900 કિલો વિસ્ફોટકની સામગ્રી

આ ઘટના પહેલા, સોમવારે સવારે જમ્મુ અને કાશ્મીર અને ફરીદાબાદ પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં 2,900 કિલો IED બનાવતા રસાયણો, શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી જૈશ-એ-મોહમ્મદ (JeM) અને અંસાર ગઝવત-ઉલ-હિંદ (AGuH) સાથે જોડાયેલા આંતરરાજ્ય આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરતી વખતે હાથ ધરવામાં આવી હતી. તપાસ એજન્સીઓ સામે હવે મુખ્ય પ્રશ્ન એ છે કે શું લાલ કિલ્લાનો વિસ્ફોટ તે જપ્તી સાથે જોડાયેલો છે. શું દિલ્હી વિસ્ફોટ એ જ નેટવર્કનો સિલસિલો છે જેના મૂળ સવારે જમ્મુ અને ફરીદાબાદમાં ખુલ્લા પડ્યા હતા? નોંધનીય છે કે, NIA અને દિલ્હી પોલીસે સત્તાવાર રીતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે, બંને એજન્સીઓ દરેક એન્ગલથી આ મુદ્દે તપાસ કરી રહી છે. 

જમ્મુ અને કાશ્મીરથી ફરીદાબાદ સુધીનું નેટવર્ક

જમ્મુ અને કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા સાત શંકાસ્પદોમાં બે ડૉક્ટર્સનો સમાવેશ થાય છે. ડૉ. મુઆઝમિલ અહેમદ ગનાઈ (ફરીદાબાદથી) અને ડૉ. આદિલ (કુલગામથી). આરીફ નિસાર ડાર ઉર્ફે સાહિલ, યાસીર-ઉલ-અશરફ, મક્સૂદ અહેમદ ડાર ઉર્ફે શાહિદ, મૌલવી ઇરફાન અહેમદ (શોપિયાન) અને ઝમીર અહેમદ અહંગર (ગંદરબલ) ની પણ ધરપકડ કરવામાં આવી હતી. ફરીદાબાદમાં ડૉ. મુઆઝમિલના ભાડાના ઘરમાંથી 360 કિલો એમોનિયમ નાઈટ્રેટ, AK-56 રાઈફલ્સ, બેરેટા અને ચાઈનીઝ પિસ્તોલ મળી આવી હતી. પોલીસ કહે છે કે આ એક વ્હાઇટ-કોલર આતંકવાદી નેટવર્ક છે, જેનો અર્થ શિક્ષિત વ્યાવસાયિકો છે જે સોશિયલ નેટવર્ક અને NGOની આડમાં આતંકવાદને ટેકનિકલ અને નાણાંકીય સહાય પૂરી પાડી રહ્યા હતા.

દિલ્હીમાં હાઇ એલર્ટ

વિસ્ફોટ પછી તરત જ, દિલ્હી પોલીસે આખા શહેરમાં હાઇ એલર્ટ જાહેર કરી દીધું. NIA, સ્પેશિયલ સેલ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને નમૂનાઓ એકત્રિત કર્યા. દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલચાએ જાતે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. ગૃહમંત્રી અમિત શાહને પરિસ્થિતિથી અપડેટ આપવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમિત શાહ સાથે વાત કરી હતી.

આ પણ વાંચોઃ બ્લાસ્ટ બાદ દિલ્હી પોલીસનું પ્રથમ સત્તાવાર નિવેદન, કહ્યું- રેડ લાઈટ પર કાર રોકાઈ પછી ધડાકો થયો

જૈશની સંડોવણી? 

જમ્મુમાં જપ્તી અને દિલ્હી વિસ્ફોટ વચ્ચેનો સમય નજીક હોવાથી એજન્સીઓમાં ચિંતા વધી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ધરપકડ કરાયેલા શંકાસ્પદો જૈશ-એ-મોહમ્મદના સક્રિય સ્લીપર સેલ સાથે જોડાયેલા હતા અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા યુવાનોને પ્રભાવિત કરી રહ્યા હતા. એજન્સીઓને શંકા છે કે જપ્ત કરાયેલા કેટલાક રસાયણો દિલ્હી પહોંચ્યા હતા અને વિસ્ફોટમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

તપાસની દિશા

NIA અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમે આ વિસ્તારના CCTV ફૂટેજની તપાસ શરૂ કરી છે. ફૂટેજમાં વિસ્ફોટની થોડી સેકન્ડ પહેલા એક સફેદ ઇકો વાન દેખાય છે. વાહન ક્યાંથી આવ્યું અને તે કોની માલિકીનું હતું તે નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે. રસાયણોની ચોક્કસ પ્રકૃતિ નક્કી કરવા માટે વિસ્ફોટના અવશેષો CFSL લેબમાં મોકલવામાં આવ્યા છે. વધુમાં, દિલ્હી-હરિયાણા સરહદ પર શંકાસ્પદ વાહનોની શોધ શરૂ કરવામાં આવી છે.

ગૃહ મંત્રાલયની દેખરેખ હેઠળ કાર્યવાહી

ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે મોડી રાત્રે NIA, IB અને દિલ્હી પોલીસના અધિકારીઓ સાથે એક ઇમરજન્સી બેઠક યોજી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમિત શાહે નિર્દેશ આપ્યો હતો કે દિલ્હી અને આસપાસના રાજ્યોમાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવવામાં આવે, સોશિયલ મીડિયા અને ડાર્કનેટ પ્લેટફોર્મ પર નજર રાખવામાં આવે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.

Tags :